સુરેન્દ્રનગર: દેવળીયા પાસે છોટાહાથી પલ્ટી ખાઇ ગયુ, 14 લોકો ઘાયલ - Sandesh
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગર: દેવળીયા પાસે છોટાહાથી પલ્ટી ખાઇ ગયુ, 14 લોકો ઘાયલ

સુરેન્દ્રનગર: દેવળીયા પાસે છોટાહાથી પલ્ટી ખાઇ ગયુ, 14 લોકો ઘાયલ

 | 5:36 pm IST

નાની અને મોટી કઠેચી ગામના મજુરો લઈ છોટા હાથીમાં વણા ગામની સીમમાં કાલા વીણવા જઈ રહ્યા હતા. એ દરમિયાન દેવળીયા અને તાવી વચ્ચે છોટા હાથી કોઈ અગમ્ય કારણોસર પલ્ટી ખાઈ ગયુ હતુ. અકસ્માતના આ બનાવમાં ૯ મહિલા અને પ પુરૃષ મળી આજે ૧૪ લોકોને ઈજા પહોંચી હોવાનું ખુલવા પામ્યુ છે. જયારે ૧૦૮ ની મદદથી ઈજાગ્રસ્તોને લખતર અને સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. જયારે ગંભીર જણાતી ૩ મહિલાઓને અમદાવાદ રિફર કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે. બનાવના પગલે લખતર પોલીસે દોડી જઈ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ મંગળવારે સવારે છોટા હાથીમાં લખતર તાલુકાના નાની અને મોટી કઠેચી ગામના મજૂરોને લઈને વણા ગામે કાલા વીણવા જઈ રહ્યા હતા. એ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર દેવળીયા અને તાવી ગામ વચ્ચે મજૂરો ભરેલ છોટા હાથીના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા વાહન પલ્ટી ખાઈ ગયુ હતુ. અચાનક બનેલી ઘટનાનાં પગલે છોટા હાથીમાં જઈ રહેલા મજૂરોની ચીચીયારીથી સીમ વગડો ગુંજી ઉઠયો હતો.

અકસ્માતના આ બનાવમાં અંદાજે ૯ મહિલા અને પ પુરૃષ મળી ૧૪ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું ખુલવા પામ્યુ છે. જયારે ઈજાગ્રસ્તોને ૧૦૮ ની મદદથી સુરેન્દ્રનગર અને લખતર હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જયાં ૩ મહિલાઓની સ્થિતી ગંભીર જણાતા તેમને અમદાવાદ રિફર કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે. જયારે માલવાહક છોટાહાથી ઠસોઠસ મજૂરોને બેસાડી બેફામ દોડતા અને અકસ્માત સર્જતા આવા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. આ બનાવના પગલે લખતર પોલીસે દોડી જઈ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.