સુરેન્દ્રનગર: 'હત્યારી સાવકી મા'નો કેસ નહી લડે કોઇ વકીલ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગર: ‘હત્યારી સાવકી મા’નો કેસ નહી લડે કોઇ વકીલ

સુરેન્દ્રનગર: ‘હત્યારી સાવકી મા’નો કેસ નહી લડે કોઇ વકીલ

 | 6:45 pm IST

સુરેન્દ્રનગર કૃષ્ણનગરમાં સાવકી મા એ ૬ વર્ષના માસુમ બાળકની હત્યા કર્યાના બનાવથી જિલ્લા સહિત રાજયમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ બનાવમાં સુરેન્દ્રનગર બાર એશોસીએશન દ્વારા ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રમુખ ધવલભાઈ પાઠક, ઉપપ્રમુખ દિપાલીબેન શાહ, દિગ્વીજયસિંહ ઝાલા, નયનભાઈ શુકલ, હિરેનભાઈ પંડયા સહિતના વકીલો દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના કૃષ્ણનગર સોસાયટીમાં સાવકી મા જીનલે ૬ વર્ષના બાળક ધ્રુવ ઉર્ફે ભદ્ર ને મોઢામાં ડુચો મારી શુટકેશમાં પુરી દઈને ગુંગળાવી મારી નાંખીને હીચકારા કૃત્યને અંજામ આપ્યો છે. જે સંદર્ભે સુરેન્દ્રનગર બાર એશોસીએશનના તમામ વકીલોએ આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીયો છે. અને બાળક પ્રત્યે કુણી લાગણી વ્યકત કરવાના ઈરાદે આરોપી મનાતી સાવકી મા ના પક્ષે સુરેન્દ્રનગર બાર એશોસીએશનના વકીલ રોકાશે નહી અને તેનો કેસ લડશે નહી તેવો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

તમને જણાવી દઇએ કે, સુરેન્દ્રનગરમાં માસુમ ભદ્રની હત્યા કરાયેલી લાશ તેના જ ઘરમાંથી જ મળી આવી હતી. જેના કારણે સંગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ભદ્રની સાવકી માતાએ આ હત્યા કરી હોવાનું આખરે તેણે કબૂલ્યું હતું. ઉલ્લેખનિય છે કે, બાળકની માતાના ત્રીજા અને તેમના પિતાના આ બીજા લગ્ન હતાં.