સુરેન્દ્રનગર: પાણીપુરી વેચનારને જાગ્યો ખતરનાક શોખ કે થયો જેલ ભેગો - Sandesh
NIFTY 11,402.25 -32.85  |  SENSEX 37,754.15 +-97.85  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગર: પાણીપુરી વેચનારને જાગ્યો ખતરનાક શોખ કે થયો જેલ ભેગો

સુરેન્દ્રનગર: પાણીપુરી વેચનારને જાગ્યો ખતરનાક શોખ કે થયો જેલ ભેગો

 | 5:30 pm IST

સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટક મજૂરી કરે પેટીયુ રળીને પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સોમાં પણ હથિયારો રાખવાનો શોખ જાગ્યો હોવાનો કિસ્સો એલસીબી પોલીસે ઝડપી પાડેલ પાણીપુરી વાળાના કિસ્સામાંથી ખુલવા પામ્યો છે. એલસીબી પોલીસે મુળ ઉતરપ્રદેશના અને સુરેન્દ્રનગર ખાતે રહીને પાણીપુરીની રેકડી ચલાવતા શખ્સે ઉતરપ્રદેશમાંથી દેશી તમંચો લાવી અન્ય સાગરીતને આપ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે પાણીપુરીવાળા સહિત બે શખ્સોને બે હથિયાર દબોચી લઈ વધુ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની પ્રવૃતિઓ ડામીના ભાગરૂપે શખ્સો ઉપર વોચ રાખીને પકડી લેવાની પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીએ એલસીબી પોલીસને સૂચના આપી છે. આથી એલસીબી પી.આઈ. એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.ડી. ગોહીલ તથા સ્ટાફના બહાદુરસિંહ, કિશોરભાઈ, સરદારસિંહ, વિજયસિંહ સહિતનાઓએ સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન જમાદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળેલ ખાનગી બાતમીના આધારે સ્કવોર્ડે સુરેન્દ્રનગર ફિરદોસ સોસાયટીમાં વોચ ગોઠવી હતી. દરમિયાન પસાર થતાં અખ્તરખાન ઉર્ફે મોનુ અસગરખાન નથુખાન કુરેશી મુસલમાન (ઉ.વ.ર૦) (રે.ફિરદોષ સોસયાટી)ને અટકાવી તલાસી લેતા તેની પાસાથી તમંચો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. વધુ પુછપરછ દરમિયાન ઝડપાયેલ શખ્સે યાસીન હમીદભાઈ આરબ (ઉ.વ.૩૧) (રે.સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નં.૧) ને તમંચો વેચ્યો હોવાની કબુલાત આપતા યાસીન આરબને ઝડપી લઈ તેની પાસેથી વધુ એક તમંચો કબજે કરી લીધો હતો.

ઝડપાયેલા બંને શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતા ઝડપાયેલા શખ્સ અખ્તરખાન ઉર્ફે મોનુ અસગરખાન નથુખાન કુરેશી છેલ્લા ૧૦ વર્ષથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી પુરીનો ધંધો કરતો હોવાનું અને પોતાના વતન ઉતરપ્રદેશમાં જતા આવતા દરમિયાન ઉતરપ્રદેશના દદા ઠાકુર (રે.હારોલી, જિ.જાલોન, યુ.પી.) ની સાથે સંપર્ક થતાં તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો લાવ્યો હોવાની કબુલાત આપી હતી. આમ, એલસીબી પોલીસે બંને શખ્સોને ગેરકાયદેસર હથિયાર સામે ઝડપી લઈને એ-ડીવીઝન પોલીસ મથકે સોંપી દીધા છે. જયારે એ-ડીવીઝન પોલીસે તમંચા વેચનાર દદા ઠાકુરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.