NIFTY 9,964.55 -1.85  |  SENSEX 32,228.27 +-17.60  |  USD 64.3800 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરેન્દ્રનગર: મારા ગામના કેમ લોકઅપમાં છે? તેમ કહી પોલીસે કર્યો પોલીસ પર હુમલો

સુરેન્દ્રનગર: મારા ગામના કેમ લોકઅપમાં છે? તેમ કહી પોલીસે કર્યો પોલીસ પર હુમલો

 | 8:16 pm IST

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં એન.સી. ગુનાના કામે લોકઅપમાં શખ્સોને રાખવા બાબતે ડીવાયએસપીના રાઈટરે સોમવારે બપોરે જોરાવરનગર પોલીસ મથકે ધસી જઈ માથાકુટ કરી હતી. બાદમાં પોલીસ જમાદાર સાથે ફરજમાં રૃકાવટ કરી કાઠલો પકડી ગાળો આપીને માથાકુટ કરી હતી. આ બનાવની માથાકુટ કરનાર પોલીસ કર્મી સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય વિગતો મુજબ જોરાવરનગર પોલીસ મથક તાબાના વસ્તડી ગામે સગર્ભા દેવીપુજક મહિલા સાથે એજ ગામના જોરૃભાઈ માલુભાઈ, નરેન્દ્રભાઈ જોરૃભાઈ એ માથાકુટ કરી માર માર્યો હતો.આ બનાવ સંદર્ભે બંને શખ્સોને જોરાવરનગર પોલીસે એનસી ગુનાના કામે અટકાયત કરીને લોકઅપમાં રાખ્યા હતા. આથી ડીવાયએસપી જાનીના રાઈટર અને કોન્સ્ટેબલ બળવંતસિંહ મનુભા ચૌહાણ સોમવારે બપોરે ૧રઃ૪૦ કલાકના અરસામાં જોરાવરનગર પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને બંને શખ્સોને લોકઅપમાં રાખવા બાબતે જોરાવરનગર પોલીસ સાથે કોન્સ્ટેબલ બળવંતસિંહ ચૌહાણે માથાકુટ કરી હતી.

તેમજ ગાળો બોલી, ફરજમાં રૃકાવટ કરી હતી. ત્યાં ઉપસ્થિત જમાદાર ગિરીરાજસિંહનો કાઠલો પકડી નખ વગાડીને માથાકુટ કરી હતી. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ડીવાયએસપીના રાઈટર બળવંતસિંહ ચૌહાણ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની પોલીસ બેડામાં ચકચારની સાથે દોડધામ મચી જવા પામી છે. બનાવની વધુ તપાસ ઈન્ચાર્જ પીએસઆઈ એચ.એસ.ચાવડા ચલાવી રહ્યા છે.