truth about suresh raina road accident, suresh raina road accident, suresh raina reports, Suresh Raina,
  • Home
  • Sports
  • Cricket
  • સુરેશ રૈનાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ‘હું જીવિત છું’, જાણો કેમ

સુરેશ રૈનાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ‘હું જીવિત છું’, જાણો કેમ

 | 4:01 pm IST

ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસીની કોશિશ કરી રહેલા સુરેશ રૈના હાલમાં એક ખાસ કારણથી પરેશાન છે. જી નહી, તેમની પરેશાનીનું કારણ ફિટનેસ નહી, પરંતુ બીજૂ જ કંઇક છે. ખરેખર, યૂટ્યૂબ પર કેટલાક લોકોએ વીડિયો શેર કરતા તેમના નિધનની વાત કહી હતી. આ અફવાહથી પરેશાન ક્રિકેટર સુરેશ રૈનાએ સોમવારે ટ્વીટર પર પોતાના પ્રશંસકોને આ અફવાહ પર ધ્યાન ન આપવા અપિલ કરી છે.

તેમણે પોતાના ટ્વીટર પર કહ્યું- ગત કેટલાક દિવસોથી યૂટ્યૂબ પર મારા કાર એક્સિડન્ટની ખબર ફેલાવવામાં આવી રહી છે. આ ફેક ખબરથી મારો પરિવાર અને મારા મિત્રો ખુબ જ પરેશાન છે. મારૂ આપ તમામ તમામ લોકોથી નિવેદન છે કે, આ ખબરને નજરઅંદાજ કરો. ભગવાનની કૃપાથી હું તદ્દન ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવાહો ફેલાવી છે. તે રિપોર્ટ કરવામાં આવ્યા છે અને આશા છે કે, તેમના વિરૂદ્ધ ખુબ જ જલ્દી સખત પગલા ભરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રૈના હાલમાં ઇન્ટરનેશનલ ટીમથી બહાર છે, પરંતુ તેઓ ઉત્તર પ્રદેશની રણજી ટીમમાં રમી રહ્યા છે. તેમણે છેલ્લી મેચ ડિસેમ્બરમાં ઝારખંડ વિરૂદ્ધ રમી હતી. આ મેચમાં તેમણે 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઇન્ટરનેશનલ મેચની વાત કરીએ તો તેમણે છેલ્લે જુલાઇમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ રમી હતી.

રૈનાએ ભારત માટે 226 વન-ડે મેચ રમી છે. આ દરમિયાન તેમણે 5 સદી અને 36 હાફ સેંચુરીની મદદથી 5615 રન બનાવ્યા. તેમને ટ્વીટ સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. ટી-20 ઇન્ટરનેશનલમાં 78 મેચ રમ્યા અને 1605 રન બનાવ્યા છે. તેઓ ત્રણે ફોર્મેટમાં સદી ફટકારનાર કેટલાક ખેલાડીઓમાં સામેલ છે. તેમના નામે 18 ટેસ્ટમાં એક સદી અને 7 હાફ સેંચુરી સામેલ છે. ટેસ્ટ કરિયરમાં તેમને 768 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન