Suresh Raina visits panjab and meet with relatives after attack
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સંબંધીઓ પર હુમલા બાદ પહેલીવાર પઠાણકોટ પહોંચ્યો સુરેશ રૈના, પોલીસને લઈ કહી આ વાત

સંબંધીઓ પર હુમલા બાદ પહેલીવાર પઠાણકોટ પહોંચ્યો સુરેશ રૈના, પોલીસને લઈ કહી આ વાત

 | 6:24 pm IST

થોડા દિવસો પહેલા ક્રિકેટર સુરેશ રૈનાની ફોઈ આશા દેવીના ઘરે હુમલો થયો હતો જેમાં આશા દેવીના પતિ 58 વર્ષીય અશોક કુમાર અને રૈનાના કઝિન ભાઈ 32 વર્ષના કૌશલનું મોત થયું. રૈના તેના પરિવાર સાથે બુધવારે તેની ફોઈના ઘરે પહોંચ્યો.

રૈના સાથે તેની માતા, ભાઈ, મામા-મામી અને ભાભી હતા. ફોઈના ઘરે પહોંચી રૈનાએ પરિજનો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના આપી. સુરેશ રૈનાએ તેના સંબંધીઓ પર થયેલા હુમલાને ભયાનકથી વધુ ગણાવ્યો અને મામલાની તપાસ કરવા માટે પંજાબ પોલીસ પાસે મદદ માંગી હતી. ત્યાર બાદ પંજાબ પોલીસે ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની એક વિશેષ તપાસ ટીમ બનાવવાની જાહેરાત કરી.

મીડિયા રિપોર્ટ મુજબ ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું કે આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 11 લોકોની શોધ હાલ ચાલુ છે. રૈનાએ પોલીસના વખાણ કરી ટ્વીટમાં લખ્યું કે,‘હું આજે પંજાબ પહોંચ્યો. આ મામલે તપાસ કરી રહેલા ઓફિસરથી પણ મળ્યો. તેમણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અમારી ખોટ તો ક્યારે પૂરી થઈ શકે એમ નથી. પરંતુ આગળ એવું ન થાય તે માટે આ જરૂરી હતું. પંજાબ પોલીસ અને કેપ્ટન અમરિંદર સિંહનો આભાર.’

આ વીડિયો પણ જુઓ: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 138 મીટરને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન