Suresh Raina will give gifts to 34 schools on his 34th birthday
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સુરેશ રૈના 34મા જન્મદિવસ પર 34 શાળાઓને આપશે ભેટ, 10 હજાર બાળકોને થશે ફાયદો

સુરેશ રૈના 34મા જન્મદિવસ પર 34 શાળાઓને આપશે ભેટ, 10 હજાર બાળકોને થશે ફાયદો

 | 7:39 pm IST
  • Share

ટીમ ઈન્ડિયા (Team India)ના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાંના એક સુરેશ રૈના (Suresh Raina) તેના 34મા જન્મદિવસ પર 34 શાળાઓને ભેટ આપશે. 27 નવેમ્બરના રોજ રૈનાનો 34મો જન્મદિવસ છે અને આ ખાસ પ્રસંગે તેની પુત્રી ગ્રેર્સિયા રૈનાના નામ પર ગ્રેર્સિયા રૈના ફાઉન્ડેશન હેઠળ તે 34 શાળાઓમાં વિકાસના કામ કરશે. તે શાળાઓમાં સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધાઓનું કામ કરશે. આ રીતે એનજીઓ હેઠળ 10 હજારથી વધુ બાળકોને મદદ કરવામાં આવશે.

રૈના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. રૈનાએ જારી કરેલા નિવેદન મુજબ જન્મદિવસ પર ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને એનસીઆરની 34 સરકારી શાળાઓને મદદ કરવામાં આવશે. આ શાળાઓમાં 10 હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે.

તેણે કહ્યું, ‘હું આ પહેલ સાથે મારો 34મો જન્મદિવસ ઉજવવામાં ખુબ ખુશ છું. દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હકદાર છે. શાળાઓમાં પીવાનું પાણી અને શૌચાલયની સુવિધાઓ તેમનો અધિકાર છે. હું આશા રાખું છું કે યુવાનોના સમર્થનથી અમે ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન વતી મહત્વનું યોગદાન આપી શકીશું.

નોંધનીય છે કે રૈનાએ આ ફાઉન્ડેશનનો પાયો તેની પુત્રીના જન્મદિવસ પર શરૂ કર્યો હતો. રૈનાની પત્ની પ્રિયંકા પણ આ એનજીઓ હેઠળ સામાજિક કાર્ય કરે છે. રૈનાએ આ વખતે જે જવાબદારી લીધી છે તે પણ એક મિશાલ છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ શહેરના રસ્તાઓ સૂમસામ રહ્યાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન