સુરેશ રેનાનું નવું ગીત થયું વાઈરલ, ‘સપનો કે નનિહાલ મેં’... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સુરેશ રેનાનું નવું ગીત થયું વાઈરલ, ‘સપનો કે નનિહાલ મેં’…

સુરેશ રેનાનું નવું ગીત થયું વાઈરલ, ‘સપનો કે નનિહાલ મેં’…

 | 12:40 pm IST

એક તરફ જ્યાં ટીમ ઇન્ડિયાના ધારદાર બેટ્સમેન સુરેશ રેનાની બેટિંગને જોવા માટે તેમના ફેંસ રાહ જોઈ રહ્યા છે. પરંતુ રેના હવે બીજા અવતારમાં જોવા મળ્યો છે. ભારતીય ટીમ માટે 2017નું વર્ષ સફળતાનું રહ્યું છે. 2018માં તાજેતરમાં જ IPL માટે ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યાં હતાં. જેમાં સુરેશ રૈના ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતો જોવા મળશે.

જોકે, સુરેશ રૈના માત્ર મેદાન પર જ પોતાનું ટેલેન્ટ બતાવે છે તેવું નથી. મેદાન ઉપરાંત ઓફ ધ ફિલ્ડ પણ સુરેશ રૈના પોતાનો કમાલ બતાવી ચૂક્યો છે. હવે ફરી એકવાર તેણે બેટની જગ્યાએ હાથમાં માઇક પકડ્યું છે. આ વખતે સુરેશ રૈનાએ પોતાના કાંડાની કમાલના બદલે અવાજનો જાદુ પાથર્યો છે. સુરેશ રૈનાએ ગાયેલા ગીતનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું. તેનું આ ટીઝર ઝડપથી વાઇરલ થઇ રહ્યું છે.

આ વીડિયોમાં સુરેશ રૈના ‘સપનો કે નનિહાલ મેં’ ગીત ગાતા જોવા મળે છે. આ વીડિયોમાં તેની પત્ની પ્રિયંકા ચૌધરી પણ જોવા મળે છે. નોંધનીય છે કે આ પહેલા સુરેશ રૈના 2015માં આવેલી અને ઝિશાન કાદરીએ ડિરેક્ટ કરેલી ‘મેરઠિયા ગેંગસ્ટર’માં પણ પોતાના ટેલેન્ટની ઝલક બતાવી હતી.