Surgical strike again if Pakistan does not improve: Shah
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાન નહીં સુધરે તો ફરી સર્જિકલ સ્ટ્રાઇક : શાહ

પાકિસ્તાન નહીં સુધરે તો ફરી સર્જિકલ સ્ટ્રાઇક : શાહ

 | 7:00 am IST
  • Share

  • કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો પર થઈ રહેલા હુમલા મુદ્દે ગૃહમંત્રીની પાક.ને ચેતવણી
  • પહેલાં સરકારો મંત્રણાઓ કરતી હતી પરંતુ હવે વળતો પ્રહાર
  • કોઈ ભારતની સરહદો સાથે ચેડાં કરી શકશે નહીં : અમિત શાહ

 

લાતો કે ભૂત બાતો સે નહીં માનતે । ગોવામાં ધારબંદોરા ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિર્વિસટીના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, જો તે કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે તો ફરી ર્સિજકલ સ્ટ્રાઇક થઈ શકે છે. સપ્ટેમ્બર 2016માં કરાયેલી ર્સિજકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા કરાયેલી ર્સિજકલ સ્ટ્રાઇકે પુરવાર કરી દીધું છે કે, હવે અમે વધુ આતંકવાદી હુમલાઓ સહન કરવાના નથી.

જો પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે તો વધુ ર્સિજકલ સ્ટ્રાઇક કરાશે. પીએમ મોદી અને પૂર્વ સંરક્ષણમંત્રી મનોહર ર્પાિરકરના નેતૃત્વમાં કરાયેલી ર્સિજકલ સ્ટ્રાઇક મહત્ત્વનું પગલું હતું. અમે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, કોઈ ભારતીય સરહદોને વિચલિત કરી શકશે નહીં.

પહેલાં મંત્રણાઓ કરાતી હતી પરંતુ હવે વળતો પ્રહાર કરવાનો સમય છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત હવે સરહદ પારથી હિંસા ફેલાવનારા અને તેમની પાછળના પીઠ્ઠુઓને જડબાતોડ જવાબ આપી રહ્યો છે. ર્સિજકલ સ્ટ્રાઇક જેવા નિર્ણાયક પગલાં લઈને ભારતે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે, કોઈ તેની સરહદો સાથે ચેડાં કરી શકશે નહીં.

2016માં ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે પહેલીવાર જડબાતોડ જવાબ આપ્યો : શાહ

શાહે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો સુધી સરહદ પારથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરીને હુમલા કરતા હતા અને દિલ્હીના સત્તાધીશો કશું કરતા નહોતા. પરંતુ 2016માં ઉરી ખાતે આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ પહેલીવાર ભારતે ર્સિજકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓ અને તેમના પ્રયોજકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. એક સમય એવો હતો જ્યારે ફક્ત મંત્રણાઓ કરાતી હતી પરંતુ હવે ભારત પાકિસ્તાનને તેને સમજ પડે તેવી ભાષામાં જ જવાબ આપી રહ્યું છે.

કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં વધુ બે જવાન શહીદ

 ગુરુવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પાકિસ્તાનને ચીમકી આપવાની વાત કરી તેના કલાકોમાં જ કાશ્મીરમાં થયેલી આતંકવાદી અથડામણમાં એક જેસીઓ અને એક જવાન શહીદ થયા છે. હજી ત્રણ દિવસ પહેલાં જ એક જેસીઓ સહિત પાંચ જવાનો અન્ય એક અથડામણમાં શહીદ થયા હતા.

પૂંછ વિસ્તારમાં સુરક્ષાદળની એક  ટુકડી તપાસ અભિયાન ચલાવી રહી હતી, તે દરમિયાન ભટાધોરિયાન વિસ્તારમાં આતંકીઓએ અચાનક હુમલો કરતા એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને એક જવાન શહીદ થઈ ગયા હતા. સુરક્ષાદળો તાત્કાલિક આ વિસ્તારને ઘેરી લઈને અન્ય ત્રાસવાદીઓનો ખાતમો કરવા પ્રયત્ન ચાલી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો