ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, પછી પાકિસ્તાનમાં સર્જિકલ ટ્વિટ ચક દે ઈન્ડિયા - Sandesh
  • Home
  • World
  • ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, પછી પાકિસ્તાનમાં સર્જિકલ ટ્વિટ ચક દે ઈન્ડિયા

ભારતની સર્જિકલ સ્ટ્રાઈક, પછી પાકિસ્તાનમાં સર્જિકલ ટ્વિટ ચક દે ઈન્ડિયા

 | 2:21 pm IST

ભારતના સર્જિકલ સ્ટ્રાઈકના અહેવાલ પછી પાકિસ્તાનમાં ટ્વિટર પર ચક દે ઈન્ડિયા ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્વિટર પર આ હુમલા અંગે અનેક ટ્વિટ અને રિટ્વિટ થઈ રહ્યાં છે.

ચક દે ઈન્ડિયા જોરદાર રીતે ટ્વિટ થઈ રહ્યું છે અને અત્યાર સુધી હજારો ટ્વિટ થયા છે. આ અંગે અનેક પાકિસ્તાનીઓએ ટ્વિટ અને રિટ્વિટ કર્યા છે. નીત નવી ટ્વિટ જોઈ આશ્ચર્યમાં પડી જવાય છે.

ભારતીય સેનાની સર્જિકલ કાર્યવાહીની વિગતો આપતાં સંરક્ષણ અને વિદેશ મંત્રાલયોની પ્રેસ કોન્ફરન્સમાં ડીજીએમઓ રણબીરસિંહે જણાવ્યું હતું કે બુધવારે ભારતીય સેના સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરીને આતકીઓને ઠાર માર્યા હતાં.

રણબીરસિંહે કહ્યું હતું કે બુધારે રાતે અમને વિશ્વાસપાત્ર માહિતી મળી હતી કે કેટલાક આતંકીઓ પાકિસ્તાનની સીમામાં બનાવેલી લોંચ પેડ આવી ગયા છે અને ઘૂસણખોરીને પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે એવી માહિતી પણ મળી હતી કે આ આતંકીઓ ભારતમાં કેટલાક મહત્વના સ્થળો પર હુમલો કરી શકે છે.

ઉરી હુમલા પછી સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ જેવા પગલાં લેવાની ધારણા હતી તેવા પગલાં લેવાઈ ગયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કર્યો છે. ત્યારપછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે આ હુમલાને વખોડી કાઢ્યો હતો.

તેમણે કહ્યું હતું કે આ વર્ષે ભારતીય સેનાએ ઘૂસણખોરીના 20 પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈક વખતે ભારતીય જવાનોએ જીપીએસ સહિત અનેક વસ્તુઓ પકડી પાડી હતી. આ ચીજો સાથે અન્ય વસ્તુઓને પુરાવા તરીકે પાકિસ્તાનના ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં આવ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન