Suriname president speaking bhojpuri at Pravasi Bharatiya Divas 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …અને સૂરીનામના રાષ્ટ્રપતિએ PM મોદીને પૂછયું – કા હાલ બા?

…અને સૂરીનામના રાષ્ટ્રપતિએ PM મોદીને પૂછયું – કા હાલ બા?

 | 3:08 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ શનિારના રોજ 16મા પ્રવાસી ભારતીય દિવસ (Pravasi Bharatiya Divas) સંમેલનને ડિજિટલ માધ્યમથી સંબોધિત કર્યું. આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે સૂરીનામ (Surinam)ના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી (President Chandrika Prasad Santokhi)ને આમંત્રિત કરાયા હતા. મુખ્ય સંબોધન તેમણે જ આપ્યું હતું.

ખાસ વાત એ રહી કે તેમણે પોતાનું સંબોધન ભોજપુરીમાં શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી, મેરે પ્યારે પ્યારે ભારતીય પ્રવાસી ભઇયા ઔપ બહના લોગન, હમાર ઓર સે આપ લોકો કો રામ જોહાર પહુંચે. કા હાલ બા? હમાર દેશ સૂરીનામ આપ સબ લોગો કો અભિનંદન પ્રસ્તુત કરિલા.

કોણ છે ચંદ્રિકા પ્રસાદ સંતોખી?

ભારતીય મૂળના ચંદ્રિકા પ્રસાદ સંતોખી લેટિન અમેરિકન દેશ સૂરીનામના રાષ્ટ્રપતિ છે. તેમણે રાષ્ટ્રપતિ બનતા સમયે આ પદના શપથ સંસ્કૃત ભાષામાં લીધા હતા ત્યારે તેમની ખૂબ ચર્ચા થઇ હતી. ચંદ્રિકા પ્રસાદને સૂરીનામમાં ચાન સંતોખી (Chan Santokhi) તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં શપથ લીધા બાદ ભારતીય સોશિયલ મીડિયા (Social Media)માં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

આપને જણાવી દઇએ કે સૂરીનામ એક પૂર્વ ડચ વસાહત છે, જ્યાં 5,87,000ની વસતીમાં 27.4 ટકા લોકોની સાથે ભારતીય મૂળના લોકો સૌથી મોટું જાતીય ગ્રૂપ છે અને ચંદ્રિકા પ્રસાદની પાર્ટી મુખ્યત્વે ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને પાર્ટીને યુનાઇટેડ હિન્દુસ્તાની પાર્ટી કહે છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચંદ્રિકા પ્રસાદે પૂર્વ સૈન્ય નેતા ડેસી બાઉટર્સને હરાવ્યા હતા. ડેસી બાઉટર્સની નેશનલ પાર્ટી ઓફ સૂરીનામ દેશમાં આર્થિક સંકટના લીધે ગયા વર્ષે મે મહિનામાં ચૂંટણી હારી ગયા હતા. સતોખીને વારસામાં બાઉટર્સ પાસેથી દેશનું કથળતું અર્થતંત્ર મળ્યું હતું, જેને ચીન અને વેનેઝુએલાની સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કરતાં દેશને આર્થિક સમસ્યાઓનો શિકાર બનાવી દીધો.

આ વીડિયો પણ જુઓ : વડોદરામાં ભાજપ નેતાઓ ભૂલ્યા નિયમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન