Surrender of Pakistani player Sachin Tendulkar to win the World Cup
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડકપ જીતવા માટે આ પાકિસ્તાની ખેલાડી સચિન તેંડુલકરનાં શરણે

વર્લ્ડકપ જીતવા માટે આ પાકિસ્તાની ખેલાડી સચિન તેંડુલકરનાં શરણે

 | 6:41 pm IST

પાકિસ્તાનની ટીમમાં વર્લ્ડકપ માટે પસંદગી પામેલ સલામી બેટ્સમેન આબિદ અલી આ ટૂર્નામેન્ટ પહેલા સચિન તેંડુલકર પાસે સલાહ લેવા માંગે છે અને તેણે કહ્યું કે, તે આ ભારતના દિગ્ગજ ખેલાડીને ગળે લગાવવા માંગે છે.

આ 31 વર્ષીય બેટ્સમેને પાકિસ્તાનનાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને ગત મહિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સદી ફટકાર્યા બાદ વર્લ્ડકપ માટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

આબિદે કહ્યું,’મારી સચિન તેંડુલકરને મળવાની ખુબ જ ઇચ્છા છે. નિશ્ચિત રીતે હું તેમને ગળે લગાવવા માંગુ છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, જે પ્રકારે તમામ મહાન ખેલાડીઓ યુવાનોને મળે છે, તેઓ મને નિરાશ કરશે નહી.’

આદિબે કહ્યું,’મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો હું સચિન પાસે ક્રિકેટ સાથે સંકળાયેલ કોઇ સલાહ લેવા માંગીશ તો તેઓ સકારાત્મક જવાબ આપશે’. આબિદે કહ્યું કે, પોતાના આદર્શ ખેલાડી સાથે મુલાકાત તેના માટે ખુબ જ યાદગાર રહેશે.

વધુમાં તેણે કહ્યું,’આ મારી જિંદગીનો સૌથી સારો દિવસ હશે જ્યારે હું તેમને (સચિન તેંડુલકર)થી મળીશ, કારણ કે તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. વેસ્ટઇન્ડિઝના વિવ રિચર્ડ્સ પણ મહાન બેટ્સમેન છે અને હું તમામ મહાન ખેલાડીઓને મળી તેમની પાસેથી સીખવા માંગુ છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન