Spirituality and Religious Surrender to God is inevitable
  • Home
  • Astro
  • ભગવાનને પામવા માટે શરણાગતિ અનિવાર્ય છે

ભગવાનને પામવા માટે શરણાગતિ અનિવાર્ય છે

 | 9:00 am IST
  • Share

કહેવાતા ધાર્મિક થવાથી કે કોઈ કર્મકાંડ કરી લેવાથી ભગવાનની કૃપાને પામી શકાતી નથી. ભગવાનની કૃપા પામવા માટે કર્મકાંડ અને વિધિવિધાન કરતાં મનની નિર્મળતા વધુ મહત્ત્વની હોય છે. આ વાતને સમજવા માટે નરસૈંયાનું ઉદાહરણ ઉત્તમ છે. નરસિંહ મહેતાએ પ્રભુમાં સંપૂર્ણ સમર્પણભાવ રાખ્યો હતો. તે તેમના નિર્મળ અને નિશ્ચલ હૃદયથી જ પ્રભુના પ્રીતિપાત્ર બન્યા હતા. પ્રભુને સોના, ચાંદી, હીરા, મોતીનાં આભૂષણોથી ખુશ નથી કરી શકાતા. તેમના હૃદયમાં સ્થાન મેળવવા માટે સદ્ગુણો રૂપી શૃંગાર જ પૂરતો છે

નરસિંહ મહેતા પાસે કુંવરબાઈનું મામેરું ભરવા માટે ધનદોલત કંઈ જ ન હતું. હતું તો એક નિર્મળ મન અને તેમાં ગિરધર પર અડગ શ્રાદ્ધા, નરસિંહ મહેતાના સંપૂર્ણ સમર્પણભાવે જ તેમને તારી દીધા. તેમણે તેમની બધી વ્યાધિ આરાધ્યનાં ચરણમાં ધરી દીધી અને   થઈને તેમના ભજનમાં મગ્ન થઈ ગયા. બસ, આટલું જ કરવાનું હતું અને ખુદ ભગવાન કુંવરબાઈનું મામેરું ભરી ગયા. હૂંડી સ્વીકારવા શેઠનો અવતાર લઈને આવી ગયા. અહીં કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે ભગવાન ભક્તનાં કામ નિશ્ચિતપણે કરે છે, પરંતુ જરૂર છે બધો જ ભાર ભગવાનને સોંપી દેવાની

આપણને ક્યારેક ચોક્કસ વિચાર આવે કે નરસિંહ મહેતા અને મીરાંની જેમ આપણને કેમ ભગવાનની સાક્ષાત્ અનુભૂતિ નથી થતી? ભગવાન સામે કરગરીને પ્રાર્થના કરવા છતાં કેમ તે આપણી પ્રાર્થના સાંભળતા નથી? આ પ્રશ્નોનો ઉત્તર એક જ છે આપણી અંદર સમર્પણનો અભાવ. આપણે પ્રાર્થના તો કરીએ છીએ, પણ અહીં હંુપદ હણાતું નથી, સ્વની સંપૂર્ણ શરણાગતિ જોવા મળતી નથી. જો એક વાર બધું જ તેને સોંપીને   બની જશો તો ચોક્કસ તે તમારી સહાય કરવા દોડી આવશે. શ્રીકૃષ્ણે ગીતામાં પણ કહ્યું છે કે મારે શરણે આવે છે તે ભવસાગર તરી જાય છે, કારણ કે જેવી રીતે કોઈ અબુધ બાળકની જવાબદારી તેમની માતા વહન કરે છે તેવી જ રીતે મન અને બુદ્ધિથી જ્યારે ભક્ત ભગવાનના શરણે જાય છે ત્યારે તેની બધી જ જવાબદારી ભગવાન ઉપાડી લે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો