સ્ક્રિન પર આ અભિનેત્રીના ન્યૂડ થવાથી પતિને નથી કોઇ એતરાઝ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્ક્રિન પર આ અભિનેત્રીના ન્યૂડ થવાથી પતિને નથી કોઇ એતરાઝ

સ્ક્રિન પર આ અભિનેત્રીના ન્યૂડ થવાથી પતિને નથી કોઇ એતરાઝ

 | 2:46 pm IST

એક્ટ્રેસ સુરવીન ચાવલાએ આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના લગ્નનો ખુલાસો કરી સૌ કોઇને આશ્ચર્યમાં મૂકી દીધા, સુરવીનનાં કરિયરને લઇ તેનો પતિ ખુબ જ સપોર્ટિવ છે. આ અંગે સુરવીને કહ્યું કે, જો હું સ્ક્રિન પર પોતાના કો-સ્ટારને કિસ કરૂ અથવા ન્યૂડ થઇ જાવ તો પણ મારા પતિ મને કંઇ કહેશે નહી.

સુરવીને પોતાના લોંગ ટાઇન બોયફ્રેંડ અક્ષય ઠક્કરથી 2015મા ઇટલીમાં લગ્ન કર્યા હતાં, પરંતુ જાન્યુઆરી સુધી તેમણે લગ્નને સૌ કોઇથી છુપાવીને રાખ્યા હતાં. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, લગ્ન બાદ મારૂ જીવન ખુબ જ સારૂ થઇ ગયું છે, લોકોને મારા લગ્નના સમાચાર સાંભળીને આટલું આશ્ચર્ય કેમ થયુ?

તેણે વધુંમા કહ્યું- તે દિવસો ગયા, જ્યારે એક્ટ્રેસ પોતાના પ્રોફેશનલ કામ પહેલા પૂર્ણ કરતી હતી, તેના પછી લગ્ન કરતી હતી. લગ્ન બાદ પણ ઘણી અભિનેત્રીઓ પોતાના પરિયરમાં આગળ વધે છે. મને હંમેશાથી એક મહત્વકાંક્ષી મહિલા તરીકે જોવામા આવી છે, પરંતુ તેનો મતલબ એ નથી કે, મારી લગ્ન કરવાની કોઇ ઇચ્છા નહતી.

સુરવીને વધુમાં જણાવ્યું કે, હું મારા પતિ સાથે ખુબ જ ખુશ છું, હું મારા કો-સ્ટારને કિસ કરી શકુ છું અને સ્ક્રિન પર ન્યૂડ પણ થઇ શકુ છું. ફિલ્મની સ્ક્રિપ્ટ જે ડિમાન્ડ કરે છે હું તમામ વસ્તુ કરી શકુ છું. મારા પતિ મને કંઇ જ કહેશે નહી.