Entertainment surveen chawla new baby born new photos sacred games
  • Home
  • Featured
  • Photos: પુત્રીને ગોદમાં ઉઠાવતી સુરવીન ચાવલાની તસવીરો થઈ વાયરલ

Photos: પુત્રીને ગોદમાં ઉઠાવતી સુરવીન ચાવલાની તસવીરો થઈ વાયરલ

 | 9:23 am IST

નેટફ્લિક્સની વેબ સીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં નજર આવેલી એકટ્રેસ સુરવીન ચાવલાએ પ્યારી પુત્રીને જન્મ આપ્યો છે. સુરવીને જ્યારે અચાનક લગ્ન કરી લીધા ત્યારે સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. સુરવીને 2015માં બિઝનેસમેન અજય ઠક્કર સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હતા.

સુરવીને ઇંસ્ટાગ્રામ પર બેબી સાથે તસ્વીર શેર કરી હતી અને ખુશખબરી શેર કરી હતી. આ તસવીરોમાં તે ન્યુ બોર્ન બેબી સાથે ખુશખુશાલ દેખાતી હતી. આ ખુશીને શબ્દોમાં વર્ણવતા સુરવીને કહ્યું કે માતા બનવાનો અહેસાસ કંઈક અનોખો હોય છે. આજે મારા પર નવી જવાબદારીઓ આવી છે. હાલ હું ખુબ સારૂ ફીલ કરી રહી છુ.

વર્ક ફ્રંન્ટની વાત કરીએતો સુરવીને એકતા કપૂરના શો ‘કહીં તો હોગા’થી પોતાની કેરિયર શરૂ કરી હતી. સીરિયલમાં તેણે આમના શરીફ (કશીશ)ની બહેન ચારૂનો રોલ નિભાવ્યો હતો. આ શોમાં તેને ખુબજ લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ તેને ‘કસૌટી જિંદગી કી’માં કાસ્ટ કરવામાં આવી હતી. તેણે અનિલ કપૂરના શો 24 અને વેબ સીરિઝ ‘હક સે’માં કામ કર્યુ હતુ.

સુરવીને 2018માં પોતાને ત્યાં પારણું બંધાવાની ખુશખબરી આપી હતી. તેણે કહ્યુ કે હા હવે ચમત્કાર થવાનો છે. આ ચમત્કારને જીવન કહે છે. મારી અંદર જીવન સર્જાઈ રહ્યુ છે. સુરવીન તેના બોલ્ડ અંદાજથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન