Survey About Loksabha Election Says NDA Will Win 264 Seats
  • Home
  • Featured
  • સર્વે: સરકાર બનાવવાની નજીક પહોંચશે NDA, UPAને મળશે આટલી સીટો

સર્વે: સરકાર બનાવવાની નજીક પહોંચશે NDA, UPAને મળશે આટલી સીટો

 | 11:43 pm IST

વિપક્ષ ભલે સાથે મળીને બીજેપીનાં નેતૃત્વવાળી NDAને સત્તાની બહાર કરવા માટેની યોજના બનાવી રહ્યું હોય, પરંતુ તેમના હાથે સફળતા મળી રહેલી દેખાતી નથી. સી-વૉટર તરફથી હાલમાં કરવામાં આવેલા સર્વે પ્રમાણે NDA લોકસભા ચૂંટણીમાં બહુમતથી થોડીક દૂર રહેશે, પરંતુ ચૂંટણી બાદ ગઠબંધનનાં વિકલ્પો સરકાર આરામથી બનાવી લેશે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન ના હોવાની સ્થિતિમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી NDAને 300થી વધારે સીટ મળી શકે છે.

સી-વૉટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ઉત્તર પ્રદેશની જંગ આગામી લોકસભાની તસવીરને નક્કી કરવા માટે કામ આવશે. આ સર્વેક્ષણ માર્ચમાં એ વખતે કરવામાં આવ્યું જ્યારે મોદી સરકારે જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદીઓની શિબિર પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની લહેર ફેલાઇ ગઇ. સર્વે પ્રમાણે પીએમ મોદી લોકસભા ચૂંટણીની દોડમાં આગળ છે. સર્વેમાં NDAને 264 સીટો આપવામાં આવી છે, જ્યારે UPAને 141 સીટ મળવાની સંભાવના છે. આ ઉપરાંત અન્ય દળોને 138 સીટ મળી શકે છે. જો ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન નથી થતુ તો આવી સ્થિતિમાં NDA 307 સીટો મેળવી લેશે અને UPA 139 સીટો અને અન્યદળોનાં ભાગે 97 સીટો જઇ શકે છે.

સીટોનાં મામલે બીજેપીને એકલાને 220 સીટો અને તેની સાથે ગઠબંધન સહયોગીઓને 44 સીટો મળી શકે છે. જો NDA વાઈએસઆર કૉંગ્રેસ, મીઝો નેશનલ ફ્રંટ (એમએનએફ), બીજેપી અને ટીઆરએસ સાથે ચૂંટણી બાદ ગઠબંધન કરે છે તો સીટોની સંખ્યા 301 થઇ જશે. યુપીમાં કૉંગ્રેસને 86 સીટો મળવાની સંભાવના છે અને અન્ય પાર્ટીઓ આમા 55 સીટો ઉમેરશે. UPA જો ચૂંટણી બાદ ગઠબંધન કરે છે અને તેમા AIUDF, LDF, મહાગઠબંધન, TMC સામેલ થાય છે તો સીટોની સંખ્યા 226 થઇ જશે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની સ્થિતિમાં બીજેપી ગત ચૂંટણીમાં મળેલી 71 સીટોનાં મુકાબલે 29 પર સંકેલાઇ શકે છે.

મહાગઠબંધન ના થવાની સ્થિતિમાં બીજેપી 2014નાં પરિણામનું પુનરાવર્તન કરી શકે છે અને 72 સીટો મેળવી શકે છે. બીજેપીને સૌથી વધુ સીટો બિહાર 36 (2014માં મળેલી 22થી વધારે), ગુજરાત 24 (ગત લોકસભા ચૂંટણીમાં મળેલી 26 કરતા 2 ઓછી), કર્ણાટક 16 (2014ની સામે 1 ઓછી), મધ્યપ્રદેશ 24 (2014માં મળેલી 26નાં મુકાબલે 2 ઓછી), મહારાષ્ટ્ર 36 (2014માં મળેલી 23થી 13 વધારે), ઓડિશા 12 (2014માં 1 સીટ મળી હતી) અને રાજસ્થાન 20 (2014નાં મુકાબલે 4 ઓછી) મળી શકે છે.