સરવેનું તારણ: આત્મહત્યા કરનારી 37 ટકા મહિલાઓ ભારતીય - Sandesh
  • Home
  • India
  • સરવેનું તારણ: આત્મહત્યા કરનારી 37 ટકા મહિલાઓ ભારતીય

સરવેનું તારણ: આત્મહત્યા કરનારી 37 ટકા મહિલાઓ ભારતીય

 | 12:09 pm IST

એક ગ્લોબલ સરવેમાં ભારતીય મહિલાઓ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. વિશ્વમાં આત્મહત્યા કરનારી દર ત્રીજી મહિલા ભારતીય હોવાનું બહાર આવ્યું છે. ૨૦૧૬માં આત્મહત્યા કરનારી ૩૭ ટકા મહિલાઓ ભારતીય હોવાનું સરવેમાં જણાયું હતું. ૨૦૧૬માં વિશ્વની કુલ વસતીમાં ૧૮ ટકા લોકો ભારતીય હોવાનું સરવેનું તારણ હતું. લેન્સન્ટ પબ્લિક હેલ્થ જનરલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ૨૦૧૬માં આત્મહત્યા કરનારી ૩૭ ટકા મહિલાઓ ભારતીય હતી જ્યારે આત્મહત્યા કરનાર પુરુષોમાં ૨૪.૩ ટકા પુરુષો ભારતીય હતા. આ સરવેનો રિપોર્ટ રજૂ કરનાર લોકોમાં સક્રિય રહેલા રાખી ડાંડોનાએ જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર મહિલાઓમાં પરિણીત મહિલાઓની સંખ્યા વધારે હતી. ભારતીય સમાજમાં એવી સમજ છે કે લગ્ન પછી સુરક્ષા માટે મહિલા લગ્નનાં બંધનને વળગી રહે છે.

માનસિક તણાવ કારણભૂત
નાની ઉંમરે લગ્ન કરવાં, એરેન્જ્ડ મેરેજ કરવાં, નાની ઉંમરે માતા બનવું, ઘરેલુ હિંસા, નબળી નાણાકીય સ્થિતિને કારણે મહિલાઓ મોટાભાગે તણાવગ્રસ્ત રહે છે. આર્થિક રીતે આત્મનિર્ભર નહીં હોવાને કારણે મહિલાઓમાં અસુરક્ષાનો ભાવ જાગે છે. મોટાભાગની મહિલાઓને તણાવમાંથી કેવી રીતે બહાર આવવું તેનો ખ્યાલ હોતો નથી, પરિણામે મોટાભાગની મહિલાઓ આત્મહત્યા કરવાનું પસંદ કરતી હોય છે.

૨૬ વર્ષમાં આત્મહત્યાના આંકડામાં ૪૦ ટકાનો વધારો
સરવેમાં જણાવ્યા મુજબ ૧૯૯૦થી ૨૦૧૬ વચ્ચેનાં ૨૬ વર્ષના ગાળામાં આત્મહત્યાના આંકડામાં ૪૦ ટકાનો વધારો થયો હતો. ૨૦૧૬માં ભારતમાં આશરે ૨,૩૦,૩૧૪ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પિૃમ બંગાળ અને ત્રિપુરા જેવાં રાજ્યોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે હતું. કેરળ અને છત્તીસગઢમાં પુરુષોનું આત્મહત્યાનું પ્રમાણ વધારે હતું.

દર ૧ લાખ મહિલાઓમાંથી ૧૫ મહિલાઓ દ્વારા આત્મહત્યા
ભારતમાં દરેક ૧ લાખ મહિલાઓમાંથી ૧૫ મહિલાઓ આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી રહી છે. ૧૯૯૦ની સરખામણીમાં ૨૦૧૬માં આ આંકડો બમણા કરતાં વધ્યો હતો. ૧૯૯૦માં આ આંકડો દર એક લાખ મહિલાએ ૭નો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન