Survey on Sex and Sex toys used in indians
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીયોનો સેક્સ અને સેક્સ ટોયઝના સવાલો કર્યા, તો મળ્યા ચોંકાવનારા જવાબ

ભારતીયોનો સેક્સ અને સેક્સ ટોયઝના સવાલો કર્યા, તો મળ્યા ચોંકાવનારા જવાબ

 | 6:22 pm IST

ભારતમાં સેક્સને આજે પણ ટેબુ માનવામાં આવે છે, અને લોકો તેના વિશે ખુલીને વાત કરતા અચકાય છે. આવામાં ભારતના લોકોને બેડરૂમમાં બંધ દરવાજા પાછળ શું ચાલે છે, તે જાણવાનો પ્રયાસ એક રિસર્ચમાં કરવામાં આવ્યો હતો. એક સ્ટડી અનુસાર, ભારતમાં અંદાજે 4 વર્ષ સુધી ભારતના 60 લોકોની સેક્સ પેર્ટન વિશે માહિતી એકઠી કરવામાં આવી હતી. જેના પરિણામ ચોંકાવનારા હતા.

મહિલાઓ અને પુરુષોની વચ્ચે કયા સેક્સ પ્રોડક્ટ્સ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, તેના જવાબમાં પુરુષોએ કહ્યું કે, લુબ્રિકેન્ટ્સ. જ્યારે મહિલાઓએ કહ્યું કે, ઈન્ટિમેટ મસાજર.

સૌથી વધુ સેક્સ રિલેટેડ પ્રોડક્ટ્સ ખરીદવાના મામલે પહેલા નંબર પર મહારાષ્ટ્ર છે. તેના બાદ બીજો નંબર કર્ણાટકનો છે, જ્યારે કે ત્રીજો નંબર પશ્ચિમ બંગાળનો છે. કામોત્તેજના પેરામીટર્સમાં શહેરોના ટોપ લિસ્ટમાં સૌથી ટોપ પર મુંબઈ છે, જ્યારે કે બીજા નંબર પર દિલ્હી અને ત્રીજા નંબર પર બેંગલુરુ છે.

જ્યાં સુધી કિંકી ફેન્ટેસીની વાત છે, તો મોટાભાગના લોકો સ્પૈકિંગ પૈંડલ પસંદ કરે છે, પરંતુ ભારતના લોકો સૌથી વધુ હૈંડકફ્સ ખરીદે છે.

તમારો ફેવરિટ રોલપ્લે શું છે, તો આ સવાલના જવાબમાં ભારતના લોકોએ કહ્યું કે, નર્સ અને પેશન્ટ અથવા ડોક્ટરનો રોલ. આ રોલપ્લેના કપડા દેશભરમાં સૌથી વધુ ખરીદવામાં આવે છે.

આ સ્ટડી અનુસાર, વડોદરા, પૂણે અને તિરુવનંતપુરમ, આ ત્રણ એવા શહેરો છે જ્યાંના પુરુષો કરતા મહિલાઓ વધુ કોન્ડોમ ખરીદે છે. તો બીજી તરફ, કોન્ડોમના ટોટલ સેલની વાત કરીએ તો તેને ખરીદનાર પુરુષોની સંખ્યા 62 ટકા છે. તો ભારતીયો માટે સૌથી રોમેન્ટિક મહિનો વેલેન્ટાઈન ડે હતો, તો ઓછો રોમેન્ટિક મહિનો માર્ચ નીકળ્યો.