'વિકાસ' નહીં પણ આ મુદ્દો સૌથી વધુ આકર્ષે છે ગુજરાતી મતદારો ને, સર્વેમાં થયો ઘટસ્ફોટ - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘વિકાસ’ નહીં પણ આ મુદ્દો સૌથી વધુ આકર્ષે છે ગુજરાતી મતદારો ને, સર્વેમાં થયો ઘટસ્ફોટ

‘વિકાસ’ નહીં પણ આ મુદ્દો સૌથી વધુ આકર્ષે છે ગુજરાતી મતદારો ને, સર્વેમાં થયો ઘટસ્ફોટ

 | 8:34 am IST

ચૂંટણી પ્રક્રિયામાં સુધાર તથા મતદારોમાં જાગૃતિ લાવવા માટે કાર્યરત એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ તથા ગુજરાત ઈલેક્શન વોચ સંસ્થાઓ દ્વારા થયેલા મતદારોના સર્વેક્ષણમાં એ વાત બહાર આવી છે કે, મતદારો સૌથી વધુ મહત્ત્વ જાતિ-ધર્મને આપે છે અને એને આધારે વોટિંગ કરે છે. બીજા નંબરે મહત્ત્વ વડાપ્રધાન કે મુખ્યમંત્રીના પદના ઉમદેવારને આપે છે. ત્રીજા નંબરે રાજકીય પાર્ટીને મહત્ત્વ આપે છે. ઉમેદવારને મહત્ત્વ પાંચમાં ક્રમે અપાય છે. જ્યારે ચોથા નંબરે મહત્ત્વ જેણે ભેટસોગાદ આપી હોય તેને અપાય છે.

આ સર્વેક્ષણ ગત ફેબ્રુઆરી, માર્ચ-૨૦૧૭ દરમિયાન ૫૨૭ લોકસભા બેઠકોમાં થયો હતો, જેમાં ૨.૭૦ લાખ લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતાં. ગુજરાતની તમામ છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક વિસ્તારમાં પ્રત્યેક બેઠકદીઠ ૫૦૦ લોકો આ સર્વેમાં આવરી લેવાયા હતાં. આ સર્વેમાં ૮.૨૭ ટકા લોકોએ જાતિ-ધર્મના આધારે તેઓ વોટિંગ કરતા હોવાનું જણાવ્યું હતું. ૬.૭૦ ટકા લોકોએ પીએમ કે સીએમ પદના ઉમેદવાર જોઈને તેઓ વોટિંગ કરતાં હોવાનું જણાવ્યું હતું. ૬.૬૯ ટકા લોકોએ રાજકીય પાર્ટીને ત્રીજા સ્થાને મહત્ત્વ આપ્યું હતું. જ્યારે ૫.૭૭ ટકા લોકો ભેટસોગાદને તથા ૪.૫૮ ટકા લોકોએ સૌથી છેલ્લે ઉમેદવારને મહત્ત્વ આપ્યું હતું. લોકોને પૂછવામાં આવ્યું હતું કે, ઉમેદવારની ગંભીર રીતે ખરડાયેલી છાપ વિશે કે ગુનાઈત ઈતિહાસ વિશે શું તમે જાણો છો ? ૭૩ ટકા લોકોએ નકારમાં અને ૨૭ લોકોએ હકારમાં જવાબ આપ્યો હતો. ઉમેદવારનો ગંભીર ગુનાઈત ઈતિહાસ હોવા છતાં લોકો સામે એને મત આપે છે ? ૭૦.૨૧ ટકા લોકોએ એવું કહ્યું હતું કે, તે સારું કામ કરે છે. એટલે ૨૧.૯૦ ટકા લોકોએ કહ્યું હતું કે, તે પાવરફુલ છે માટે. ૧૭.૭૭ ટકા લોકોએ કહેલું કે તે ચૂંટણીમાં જંગી નાણાં ખર્ચે છે. એટલે ૭૯.૬૬ ટકા લોકોએ એવું પણ કહ્યું હતું કે, એમની સામેના કેસો ગંભીર નથી. ગુજરાતના સર્વેમાં ૬૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલાં નાણાં અને ભેટસોગાદોનું વિતરણ ઉમેદવારો દ્વારા થતું હોવાનું તેઓ જાણે છે. અલબત્ત ૨૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે, ભેટસોગાદ લેવી ગેરકાનૂની છે. ૫૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે, ઉમેદવારના ગુનાઈત ઈતિહાસ અંગેની માહિતી તેમને સરળ રીતે ઉપલબ્ધ થઈ શકે છે.

ગુજરાતમાં ૧૫૮ પૈકી ૪૯ ધારાસભ્યો ગુનાઈત ઈતિહાસવાળા !
ગાંધીનગર : સુપ્રીમ કોર્ટે રાજકારણમાં ગુનેગારોનું વર્ચસ ઘટાડવા માટે દેશના સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોનો ઝડપી નિવેદો લાવવા માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોકોર્ટો ઊભી કરવાની સ્કીમ ઘડવા ગત પહેલી નવેમ્બરે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. આ સંદર્ભમાં એડીઆ અને ગુજરાત ઈલેક્શન વોચ સંસ્થાઓનો રિપોર્ટ કહે છે કે, ગુજરાતમાં ૨૦૧૨ વિધાનસભા ચૂંટણી જીતેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી ૧૫૮ ધારાસભ્યોની એફિડેવિટ્સ ચકાસવામાં આવી હતી, જે પૈકી ૪૯ ધારાસભ્યો યાને ૩૧ ટકા ધારાસભ્યોએ તેમની સામે ક્રિમિનલ કેસો પેન્ડિંગહ હોવાનું જણાવ્યું હતું. આ ૪૯ ધારાસભ્યો પૈકી ૨૧ ધારાસભ્યો એટલે કે ૧૩ ટકા ધારાસભ્યોએ તેમની ઉપર ગંભીર ગુનાઓના કેસો હોવાનું જણાવ્યું હતું. આ કુલ ૪૯ ધારાસભ્યોમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૩૦, તથા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૧૫ હતી, જ્યારે એનસીપીના ૨, જનતા દળના ૧ અને જીપીપીના ૧ ધારાસભ્ય ક્રિમીનલ કેસો ધરાવતા હતાં.

૪૯ MLA ક્રિમિનલ કેસો છતાં ચૂંટાયેલા
ગત વિધાનસભા ચૂંટણીમાં ૪૯ ઉમેદવારો ઉપર ક્રિમીનલ કેસો હોવા છતાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. નીચેના ધારાસભ્યો એમાં સામેલ હતાં
ભાજપ બાબુ જમનાદાસ પટેલ, પરસોત્તમ સોલંકી, જેઠા ભરવાડ, દિનેશ પટેલ, સતીષ પટેલ, મોતી વસાવા, જયેસ રાદડિયા, પૂર્ણેશ મોદી, કાંતિ અમૃતિયા, બાબુ બોખીરિયા, પંકજ મહેતા, જસા બારડ, જગરૂપસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, તારાચંદ છેડા, જયંતી રાઠવા, પંકજ દેસાઈ, મહેન્દ્ર મશરૂ, દુષ્યન્ત પટેલ, હીરા સોલંકી, વલ્લભ વઘાસિયા, રાજેન્દ્ર ત્રિવેદી અને યોગેશ પટેલ આમાના ૯ ધારાસભ્યો સરકારના મંત્રીઓ છે.
કોંગ્રેસ મણીભાઈ વાઘેલા, નિરંજન પટેલ, અશ્વિન કોટવાલ, હર્ષદ રિબડિયા, મહોમ્મદ જાવિદ પીરઝાદા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, ગોવા રબારી, વજેસિંગ પણદા, મેરામણ આહિર, બળદેવ ઠાકોર, જીતુ ચૌધરી, પરેશ ધાનાણી, પૂંજા વંશ અને અમિત ચાવડા એનસીપી જયન્ત બોસ્કી પટેલ અને કાંધલ જાડેજા, જનતા દળ છોટુ વસાવા જીપીપી નલિન કોટડિયા