Survey Poll Predicts NDA Will Make Govt. Again With Majority
  • Home
  • Election 2019
  • NDAની સત્તામાં થઇ શકે છે વાપસી, 283 સીટ પર જીતનું અનુમાનઃ રિપોર્ટ

NDAની સત્તામાં થઇ શકે છે વાપસી, 283 સીટ પર જીતનું અનુમાનઃ રિપોર્ટ

 | 11:41 pm IST

આગામી લોકસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને બધી જ રાજકીય પાર્ટીઓએ તેમના દાવપેચ રમવાના શરૂ કરી દીધા છે. ત્યારે હાલમાં જ કરવામાં આવેલા એક સર્વે મુજબ એનડીએ સરકાર ફરી એકવાર બહૂમત સાથે ચૂંટાઇને કેન્દ્રમાં સરકાર બનાવશે. આ સર્વે અનુસાર 543 સીટમાંથી 283 સીટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે યૂપીએ માત્ર 135 સીટ સાથે સિમિત રહી જશે. દક્ષિણ ભારતમાં એનડીએને જોઇએ તેટલી સફળતા મળશે નહીં, જ્યારે બંગાળમાં બીજેપીની સીટમાં વધારો થશે તેવી શક્યતા છે. આ સીવાય નોર્થમાં તો ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહશે.

ભાજપનો દબદો હિંદી પટ્ટીના રાજ્યમાં જળવાયેલો રહશે અને સર્વે અનુસાર બીજેપી અને તેના સહયોગી દળો આરામથી મોટી સંખ્યામાં સીટ મેળવવામાં સફળ રહશે. એનડીએને 283 સીટ મળી શકે છે, જ્યારે અન્ય પાર્ટીઓના ખાતામાં 125 અને યૂપીએના ખાતામાં 135 સીટ જવાની સંભાવના રહેલી છે.

પશ્ચિમ બંગાળમાં ભગવો આગળ, કોંગ્રેસ અને લેફ્ટ ખાલી હાથે

પશ્ચિમ બંગાળમાં પોતાની જડને મજબૂક કરવાનો પ્રયત્ન કરી રહેલી ભાજપ માટે સારા સમાચાર છે. સર્વેના આકંડા જો ખરેખરમાં બદલાયા તો ભાજપને પ્રદેશમાં 32 ટકા વોટ શેર અને 11 સીટ મળશે. પ્રદેશમાં કોંગ્રેસ અને લેફ્ટનું ખાતું નહીં ખુલે. વર્ષ 2014માં ભાજપને પ્રદેશમાં 16.8 ટકા વોટ શેર અને 2 સીટ પર વિજય મળ્યો હતો.

બિહારમાં વર્ષ 2014માં એક તરફી મોદી લહેર

બિહારમાં વર્ષ 2014માં એક તરફી મોદી લહેર ચાલી રહી હતી. બિહારમાં ભાજપને 51.5 ટકા વોટ શેર અને 30 સીટ મળી હતી. જ્યારે સર્વે અનુસાર વર્ષ 2019માં એનડીએને 48.40 ટકા વોટ શેર અને 27 સીટ મળી શકે તેવા અનુમાન છે, જ્યારે રાજ્યમાં યૂપીએને 13 સીટ મળી શકે તેમ છે.

તેલંગણામાં એક તરફી મુકાબલાનું અનુમાન

આ વખતે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણના રાજ્યો પર ખાસ ધ્યાન આપ્યું હતું. એક સર્વે અનુસાર રાજ્યોમાં ભાજપનો વોટ શેર તો વધી રહ્યો છે, પરંતુ સીટ પર કોઇપણ જાતનો ફાયદો દેખાઇ રહ્યો નથી. વર્ષ 2014માં ભાજપને 10.4 ટકા વોટ અને એક સીટ મળી હતી. આ ચૂંટણીમાં 17.60 ટકા શેર અને 2 સીટ મળી શકે તેવી સંભાવના છે. આ સીવાય પ્રદેશમાં ટીઆરએસનો દબદબો રહશે. જેમાં 17માંથી 12 સીટ તેમના ફાળે જશે.

આંધ્ર પ્રદેશમાં ક્ષેત્રીય પાર્ટીનો દબદબો યથાવત રહશે

સર્વે અનુસાર આંધ્ર પ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસને ગઇ લોકસભાની ચૂંટણીમાં 8 સીટ પર સફળતા મળી હતી. આ વખતે આ આંકડો 22 સીટ સુધી પહોંચી શકે તેમ છે. એનડીએથી છૂટા પડીને એન્ટી ઇનકંબેન્સીનું મોટું નુકસાન ટીડીપીને થતું હોય તે સર્વેમાં દેખાઇ રહ્યું છે. નાયડૂની પાર્ટી ગઇ લોકસભા બાદ 15 સીટની જીતથી લપસીને 3 સીટ પર આવીને અટકી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન