survey says unemployment rate rises to 23 percent in India
  • Home
  • Business
  • કોરોના સંકટ: મહામારીના કારણે દેશમાં બેરોજગારોની સંખ્યા વધી, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

કોરોના સંકટ: મહામારીના કારણે દેશમાં બેરોજગારોની સંખ્યા વધી, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

 | 3:08 pm IST

વૈશ્વિક મહામારી કોરોના વાયરસની માઠી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી(CMIE-Centre for Monitoring Indian Economy) ના સાપ્તાહિક સર્વેના આંકડા મુજબ 15 માર્ચ સુધી દેશની બેરોજગારી દર 8.4 ટકા હતો જે હવે 5 એપ્રિલ સુધી વધીને 23 ટકા થઈ ગયો છે. જ્યારે, ભારતમાં આ વર્ષે માર્ચમાં જોબ હાયરિંગમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ એવિએશન, રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જોબ હાયરિંગમાં સૌથી વધારે 56 ટકાનો ઘટાડો નોંધાયો છે. આપણે જણાવી દઈએ કે CMIEની નોકરીઓનો સર્વે એક પેનલ કરે છે. જે નિયમિત રીતે લોકોમાં સર્વે કરે છે. જે પણ નવા સર્વે આવ્યા છે તેમાં લગભગ 9,000 લોકો સામેલ હતા. રિપોર્ટ મુજબ CMIEના વીકલી ટ્રેકર સર્વેમાં બે સપ્તાહ સુધી સ્થિરતા રહી છે. 5 એપ્રિલે સમાપ્ત થતા સપ્તાહ બાદ 6 એપ્રિલે નવા આંકડા જાહેર કરવામાં આવ્યા.

CMIEના અનુમાન મુજબ માર્ચના મધ્યમાં બેરોજગારી દરના આંકડા 8.4 ટકા હતા, જે વધીને હવે 23 ટકા સુધી પહોંચ્યા છે. આપણે જણાવી દઈએ કે ભારતમાં સાપ્તાહિક અને માસિક આધારે ઝડપીથી બેરોજગારીના આંકડા ભેગા કરવા માટે કોઈ આધિકારિક માધ્યમ હાલ નથી. જેના કારણે CMIEના આંકડાઓને લઈ રાજનીતિક સ્તરે ઘણો વિવાદ જોવા મળ્યો છે. સરકારે CMIEના આંકડાના માનક પર સવાલ ઉભા કર્યા છે.

આ વીડિયો પણ જુઓ: કોરોના વાયરસની અફવા રોકવા વોટ્સએપે નવી પોલિસી બનાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન