Spiritual, Astrology Mantra gods goddesses lord surya
  • Home
  • Astrology
  • આ મંત્રોનો પાઠ કરવાથી થાય છે પ્રગતિ, ભગવાન સૂર્ય નારાયણની કૃપા ઉતરશે

આ મંત્રોનો પાઠ કરવાથી થાય છે પ્રગતિ, ભગવાન સૂર્ય નારાયણની કૃપા ઉતરશે

 | 3:02 pm IST

સૂર્ય દેવને હિન્દૂ ધર્મના દેવતા કહેવામાં આવે છે. સૂર્ય દેવનું વર્ણન વેદો અને પુરાણોમાં પણ કરવામાં આવે છે. સૂર્ય દેવનું વર્ણન એક પ્રત્યક્ષ રૂપમાં કેટલીક જગ્યાએ કરવામાં આવે છે. ભગવાન સૂર્યદેવને જગતની ઉત્પતિ તથા અંતનું કારણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂર્ય નારાયણ વિશે વિસ્તૃત વર્ણન મળે છે. સૂર્ય કે આદિત્ય એ શાસ્ત્રીય હિંદુ ધર્મ પ્રમાણે એક મુખ્ય દેવ છે. વેદોમાં મિત્ર, વરુણ અને સવિતાને સંબંધિત સંખ્યાબંધ ઋચાઓ સમર્પિત છે. ભાનુ, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ, વગેરે સૂર્ય દેવના અન્ય નામો છે.

સૂર્ય દેવના મંત્ર

સૂર્ય દેવનો સરળ મંત્ર છે “ऊं सूर्याय नम: “। આ મંત્રનો પ્રાત: કાળ સૂર્યને પ્રણામ અને જળ અર્પણ કરવું જોઈએ. સાથે ઇચ્છાપૂર્તિ અને પુત્ર પ્રાપ્તિ માટેના પણ મંત્રોચ્ચાર આવેલા છે.

ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।
ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:।

વૈદિક મંત્રોમાં સૌથી પવિત્ર એવો ગાયત્રી મંત્ર પણ સૂર્યને સમર્પિત ગણાય છે. ગાયત્રી મંત્ર સાર્વજનિક બ્રાહ્મણને જ્ઞાનના સિધ્ધાંત તરીકે અને આદિકાળથી દૈદિપ્યમાન સૂર્યના તેજ તરીકે આવાહન કરતો તમામ હિંદુ મંત્રોમાંના સાર્વત્રિક મંત્રો પૈકીનો એક મંત્ર ગણાય છે.

ॐ भूर्भुवस्व:।
तत्सवितुर्वरेण्यम्।।
भर्गो देवस्य धीमहि।
धियो यो न: प्रचोदयात्।।

આ મંત્રનો પણ કરો જાપ

असतोमा सद्गमय। तमसोमा ज्योतिर् गमया।
मृत्योर्मामृतं गमय॥

સૂર્ય દેવ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

સૂર્ય દેવનું વાહન સાત અશ્વોવાળો રથ છે. સૂર્ય દેવને ગતિમાન માનવામાં આવે છે કેમકે તે નિરંતર ચાલતા જ રહે છે. તેમને દિવસ રાતના વિધાતા અને દિશાઓના વિભાજક હોય છે. ભગવાન સૂર્યદેવના પુત્ર શનિદેવ છે. શનિદેવને સૂર્યદેવના શત્રુ દેવતા માનવામાં આવે છે. હિન્દુ ધર્માનુસાર આ સંસારમાં એકલા જ પ્રત્યક્ષ દેવતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન