સૂર્યનગરીમાંથી રૂપિયા ૫.૧૦ કરોડના સોના સાથે ઝડપાયો - Sandesh
  • Home
  • Mumbai
  • સૂર્યનગરીમાંથી રૂપિયા ૫.૧૦ કરોડના સોના સાથે ઝડપાયો

સૂર્યનગરીમાંથી રૂપિયા ૫.૧૦ કરોડના સોના સાથે ઝડપાયો

 | 1:34 am IST

। મુંબઈ ।

એક પ્રવાસીની શંકાસ્પદ હિલચાલજોઈ સૂર્યનગરી એક્સપ્રેસના ટિકિટ ચેકરે એ બાબતે તરત જ આરપીએફ(રેલવે પ્રોટેકશન ફોર્સ)ને જાણ કરતાં આરપીએફના જવાનો પ્રવાસીની તપાસ કરતાં તેની પાસેથી રૂપિયા ૫.૧૦ કરોડની કિમતનું ૧૭ કિલો સોનું મળી આવ્યું હતું. તેની પાસેથી આટલા મોટા પ્રમાણમાં સોનું મળી આવતા આરપીએફ પણ ચોંકી ઉઠી હતી.

એક કુરિયર કંપનીમાં કામ કરતો મનીષ મુંબઈથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસના એસ-૯ કોચમાં સફર કરી રહ્યો હતો. એ વખતે ટિકિટ ચેકર એ કોચમાં જ્યારે ટિકિટ ચેક કરી રહ્યો હતો ત્યારે તેને મનીષની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી. એથી તેણે એ વિશે તરત જ આરપીએફને જાણ કરતાં આરપીએફના જવાનોએ તેની તપાસ કરતાં તેની પાસેથી એ ૧૭ કિલો સોનું મળી આવ્યું હતું.

તેણે એ સોનું સુરત પહોંચાડવાનું હતું. તેને કહેવામાં આવ્યું હતું કે જો એ સોનું વ્યવસ્થિત ગંતવ્યસ્થાન પર પહોંચાડશે તો તેને એ માટે તગડું કમિશન અપાશે એવી કબૂલાત તેણે કરી હતી. આરપીએફે હાલ એ સોનું તાબામાં લઇ તેના માલિક કોણ છે તેના ઇન્વોઇસ, બિલ ખરા છે કે નહીં તેની ચકાસણી ચાલુ કરી છે.

;