sushant case actor cook says never saw taking depression medicine
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતના રસોયાએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો, ‘કોઈ જ ડિપ્રેસનમાં ન્હોતો, રિયા જ…’

સુશાંતના રસોયાએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો, ‘કોઈ જ ડિપ્રેસનમાં ન્હોતો, રિયા જ…’

 | 8:24 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં કોઈ નવો મોડ રોજ આવે છે. ત્યારે હવે કંઈક હટકે વાત સામે આવી રહી છે. પહેલાંથી જ રિયા ચર્ચામાં છે. કારણ કે સુશાંતના પિતાએ બિહારમાં રિયા વિરુદ્ધ કેસ દાખલ કરીને મોટા મોટા ગંભીર આરોપો નાંખ્યા છે. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર પણ સુશાંતના ન્યાય માટે રિયાની પુરી રીતે તપાસ કરવાની માંગ વધારે ઉઠી રહી છે.

હવે એક ચેનલ સાથે સુશાંતના રસોયાએ અશોક કુમાર ખાસુએ વાત કરીને મોટો ધડાકો કર્યો છે. ઈન્ટરવ્યૂમાં અશોકે સુશાંત સાથે જોડાયેલી ઘણી નવી નવી વાતો કરી છે. રિયા ચક્રવર્તીને લઈને પણ ભાંડો ફોડ્યો છે. અત્યારે એક સમાચાર ખૂબ ચગી રહ્યા છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો. આ વાતને લઈ ઘણા વિવાદ ચાલી રહ્યા છે. આ સવાલ પર એક્ટરના કૂકે સ્પષ્ટ કહ્યું છે કે સુશાંતે ક્યારેય કોઈ ડિપ્રેસનની દવા તેની સામે લીધી નથી. તે કહે છે- જ્યાં સુધી હું સુશાંત સર સાથે હતો, ત્યાં સુધી તેણે ડિપ્રેસનની કોઈ જ દવા લીધી ન હતી. જે લોકો કહી રહ્યા છે, તેઓને પૂછવું જોઈએ કે આ ડિપ્રેસન ક્યાંથી આવ્યું છે?

સુશાંતનાબોલિવૂડ કરિયર વિશે પણ અનેક પ્રકારની અટકળો સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક વર્ષથી અભિનેતા પાસે કામ ઓછું હતું. પરંતુ સુશાંતના રસોયો કંઈક અલગ જ કહે છે. તેમના કહેવા પ્રમાણે સુશાંત હંમેશા વ્યસ્ત રહેતો હતો. કૂક કહે છે- સુશાંત સરનો ક્યારેય કોઈ સાથે ઝઘડો નહોતો થયો. એવું નહોતું થયું કે તેની પાસે કોઈ કામ નહોતું. તે સતત ફિલ્મો કરતા હતા. તેણે કહ્યું હતું કે તે દિલ બેચારા પછી બ્રેક પર હતો કારણ કે તે સતત કામ કરતો હતો.

અભિનેતાના કૂકે એવી પણ માહિતી આપી છે કે તે સુશાંતને ત્યાં તે વર્ષ 2016થી કામ કરતો હતો. આ પહેલાં તે અનુષ્કા શર્માના ઘરે રસોઈનું કામ કરતો હતો. પરંતુ ગયા વર્ષે અશોક તેના વતન નેપાળ જતો રહ્યો હતો. ત્યાર પછી જ્યારે તેણે નવેમ્બરમાં ફરીથી સુશાંતને મળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને મળવા દેવામાં આવ્યો નહીં. અશોક આ અનુભવ વિશે કહે છે – જ્યારે હું તેને મળવા ગયો ત્યારે મળી શક્યો નહીં. મને નીચેથી કહેવામાં આવ્યું કે સુશાંત વ્યસ્ત છે.

અશોકના કહેવા મુજબ તેના ગયા પછી તેનો જ કોઈ જાણકાર કોઈ બીજો રસોયો સુશાંત સાથે કામ કરતો હતો. પરંતુ રિયા ચક્રવર્તી ઇચ્છતી હતી કે એ રસોયો સુશાંતને ત્યાં કામ કરવાનું છોડી દે. એના વિશે વાત કરતાં અશોક કહે છે- એ છોકરો મને કહેતો હતો કે રિયા ઇચ્છે છે કે હું સુશાંતને ત્યાં કામ કરવાનું છોડી દઉં. પરંતુ મેં કહી દીધું હતું કે, સુશાંત કાંઈ કહે નહીં ત્યાં સુધી કામ છોડતો નહીં.

તો આ તરફ પોલીસે સુશાંતના કેસમાં નવા કુક નીરજનું પણ નિવેદન રેકોર્ડ કર્યું હતું. નીરજે જણાવ્યું કે તે ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં સુશાંત યુરોટ ટ્રિપ પર ગયો હતો. પરંતુ જ્યારે તે દીવાળી પર પરત આવ્યા ત્યારે તેની તબિયત થોડી ખરાબ હતી.

અભિનેતાના કૂકે એવી પણ માહિતી આપી છે કે, રિયા ચક્રવર્તી પહેલાં સુશાંતને કીર્તિ ખારબંદા પણ મળવા આવતી હતી. તો વળી એ પણ માહિતી પ્રકાશમાં આવી છે કે સુશાંતની દિલ્હીની બહેન પણ લાંબા સમયથી સુશાંત સાથે રહેતી હતી. ઉલ્લેખનીય છે કે અશોક સુશાંતનો ખૂબ જ નજીકનો રસોયો માનવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ: 160 દેશમાંથી 141 પ્રી-ક્લિનિકલ સ્ટેજમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન