sushant case ed summoned actor business manager rhea chakraborty
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહ કેસ: આજે ED સામે હાજર નહીં થાય એકટ્રેસ રિયા ચક્રવતી, આ કારણ ધરી દીધુ

સુશાંત સિંહ કેસ: આજે ED સામે હાજર નહીં થાય એકટ્રેસ રિયા ચક્રવતી, આ કારણ ધરી દીધુ

 | 9:50 am IST

બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લેતા સોપો પડી ગયો હતો. સુશાંતની એક એવી ખોટ પડી છે જે કડાચ ક્યારેય કોઇ પુરી નહી શકે. જો કે સુશાંતે જ્યારથી આત્મહત્યા કરી છે એક પછી એક નવા રહસ્યો સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં EDએ સઘન તપાસ આદરી છે. ગુરૂવારે CBIએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં FIR દાખલ કરી દીધી હતી. જેમાં રિયા ચક્રવર્તી સહિત 6 લોકોને આરોપી બનાવ્યા છે. તપાસ માટે CBIએ SITનું ગઠન કર્યુ છે. આ ટીમમાં ગુજરાત કેડરના IPS મનોજ શશિધર મુખ્ય અધિકારી રહેશે.

આજે ED સામે રજૂ નહી થાય રિયા
રિયા ચક્રવર્તી આજે એટલે કે શુક્રવારે ED સમક્ષ હાજર થવાની હતી. પરંતુ હવે તે ED સમક્ષ હાજર નહીં થાય. રિયાએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોવાની વાત કરીને અપીલ કરી છે. રિયાને ED દ્વારા વોટ્સએપથી સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ. અભિનેત્રીએ સમન્સનો જવાબ મેઇલ કરીને પાઠવી દીધો છે કે તે આજે ED સમક્ષ હાજર થઇ શકશે નહી.

ED સુશાંતના બિઝનેસ મેનેજરની કરશે પૂછપરછ
EDએ સુશાંત સિંહ રાજપૂતના બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને સમન્સ મોકલ્યું છે. આજે તેમને ઇડી સમક્ષ રજૂ કરવા અને તેમનું નિવેદન નોંધવામાં આવશે. પટણામાં સુશાંતસિંહ રાજપૂતના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં શ્રુતિ મોદીનું નામ શામેલ છે. ગુરુવારે CBI દ્વારા FIR દાખલ કરવામાં આવી એટલે કે શ્રુતિ મોદીનું નામ પણ તેમાં શામેલ છે.

શુક્રવારે રિયા ચક્રવર્તીને ED સમક્ષ રજૂઆત કરી હતી
રિયા ચક્રવર્તીએ શુક્રવારે એટલે કે આજે ED સમક્ષ હાજર થવાનું હતુ. પરંતુ રિયાએ હજી સુધી એજન્સી દ્વારા મોકલેલા મેઇલનો જવાબ આપ્યો નથી. રિયાનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો છે. એજન્સીએ સુશાંતના મિત્ર અને ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજરને સમન્સ પણ મોકલ્યું છે. તેમણે શનિવારે ED સમક્ષ હાજર થવાનું છે.

આ વીડિયો જુઓ: સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 43 તાલુકામાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન