Sushant case: NCB summons Shruti Modi and Jaya Shah
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં હવે શ્રુતિ મોદી અને જયા શાહ ઉપર NCBનો ગાળીયો, આજે કરશે પૂછપરછ

સુશાંત કેસમાં હવે શ્રુતિ મોદી અને જયા શાહ ઉપર NCBનો ગાળીયો, આજે કરશે પૂછપરછ

 | 8:15 am IST

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા પછી તપાસ ઝડપી બની છે. મામલાની તપાસ એનસીબી કરી રહી છે. મામલા સાથે જોડાયેલા દરેક લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પહેલા જ આ મામલામાં રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે એવા કેટલાક નામો સામે આવી રહ્યા છે જેમની પૂછપરછ થઈ શકે છે. જેમાં શ્રુતિ મોદી અને જયા શાહનું નામ પણ સામેલ છે.

જયા શાહ અને શ્રુતિ મોદીને NCBનું સમન્સ 

એનસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જયા શાહ અને શ્રુતિ મોદીને સમન્સ મોકલવામાં આવ્યું છે. બુધવારે આ બંનેની પૂછપરછ થઈ શકે છે. રિયા સુશાંત ડ્રગ કનેક્શનની તપાસને લઈને બુધવારે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જયા શાહ, શ્રુતિ મોદીનું નામ રિયાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. આ સિવાય ઈડીની તપાસમાં પણ બંનેનું નામ સામે આવ્યું હતું.

શ્રુતિ મોદી રિયાની પૂર્વ મેનેજર છે

જણાવી દઈએ કે જયા શાહની સાથે ડ્રગ ચેટ પણ ઈડીને મળી હતી. બંનેની વાત કરીએ તો શ્રુતિ મોદી રિયાની પૂર્વ મેનેજર છે. જયા શાહ સુશાંત, રિયા અને શોવિકની નજીકની છે. જયા શાહે ઈડીની પૂછપરછમાં કબુલાત કરી હતી કે તે પોતે સીબીડી ઓઈલનું ન માત્ર સેવન કરતી પરતું તેણે સુશાંતને પણ તણાવથી દૂર કરવા માટે સીબીડી ઓઈલ ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

હવે એનસીબીએ આ બંને ઉપર ગાળીયો કસવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઈમાં આવેલા ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. હત્યાની શંકા થતા સુશાંતને પરિવારે એફઆઈઆર દાખલ કરાવી જેના પછી થી જ સુશાંત આત્મહત્યા કેસની તપાસ ચાલી રહી છે. મામલો હાલ તો સીબીઆઈના હાથમાં છે. અને તેમાં ડ્રગ એંગલ જોડાયા પછી આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ દેશમાં કોરોનાના કેસ 50 લાખને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન