sushant case patna sp released from quarantine-actor-
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહ કેસમાં વધુ નવો વળાંક પટનાના SP વિનય તિવારી ક્વોરનટાઇનથી મુક્ત

સુશાંત સિંહ કેસમાં વધુ નવો વળાંક પટનાના SP વિનય તિવારી ક્વોરનટાઇનથી મુક્ત

 | 8:06 am IST
  • Share

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI અને EDએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. ગુરૂવારે CBIએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં FIR દાખલ કરી દીધી હતી. જેમાં રિયા ચક્રવર્તી સહિત 6 લોકોને આરોપી બનાવ્યા છે. તપાસ માટે CBIએ SITનું ગઠન કર્યુ છે. આ ટીમમાં ગુજરાત કેડરના IPS મનોજ શશિધર મુખ્ય અધિકારી રહેશે.

સુશાંત કેસમાં EDએ રિયા ચક્રવર્તીને 7 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવી છે. રિયાને તેની સંપત્તિ અને સુશાંત સાથેના વ્યવહારને લગતા પ્રશ્નો પૂછી શકાય છે.

બિહારના IPS અધિકારી ક્વારેન્ટાઇનથી મુકત થયા
સુશાંત સિંહ કેસની તપાસ માટે બિહારથી મુંબઇ આવેલા પટનાના સિટી એસપી વિનય તિવારીને બીએમસી દ્વારા ક્વોરેન્ટાઇન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. બીએમસીના અધિકારીઓએ તેઓ મુંબઇ આવ્યા ત્યારે તેમને ક્વોરેન્ટાઇન કર્યા હતા. બીએમસીના આ પગલાની આકરી ટીકા થઈ હતી.

સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેમાંથી ખોટો સંદેશ બહાર આવી રહ્યો છે. બિહારના ડીજીપીએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ગુરુવારે મુંબઇ આવેલા પટણા પોલીસની ચાર સભ્યોની ટીમ બિહાર પરત ફરી છે.

હવે જોવાનું એ છે કે આ કેસમાં વધારે નવો ક્યો ખુલાસો સામે આવે છે. સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય સામે કેસ નોંધ્યો છે. છ લોકો પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો, અપરાધિક કાવતરું, ચોરી, છેતરપિંડી અને ધમકી આપવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો છે.

અગાઉ સુશાંત સિંહના પિતા કે.કે.સિંહની ફરિયાદ પર પટનામાં એફઆઈઆર નોંધાઈ હતી. સીબીઆઈએ બિહાર પોલીસની એફઆઈઆરને આધારે કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે 25 જુલાઈએ બિહાર પોલીસે ભારતીય દંડ સંહિતા આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સીબીઆઈની એફઆઈઆરમાં પણ આ જ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન