rhea chakraborty call sushant 142 times in a year and 502 times staff
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયાના ફોનમાંથી થયો મોટો ઘટસ્ફોટ: ભાઈને-800, માતાને-890 અને સુશાંતને માત્ર 142 વખત કર્યો કોલ

રિયાના ફોનમાંથી થયો મોટો ઘટસ્ફોટ: ભાઈને-800, માતાને-890 અને સુશાંતને માત્ર 142 વખત કર્યો કોલ

 | 3:48 pm IST

બોલિવૂડ અભિનેતા સુશાંતના મોત બાદ એક પછી એક નવા પન્ના બહાર આવી રહ્યા છે. નેતા અને અભિનેતાઓ પણ પોતાની રીતે નિવેદનો આપી રહ્યા છે અને અલગ અલગ આરોપો નાંખી રહ્યા છે. ત્યારે હવે કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસના હાથમાં કંઈક નવી જાણકારી આવી છે. આ જ કેસમાં નવો ખુલાસો થયો છે. આ ખુલાસો રિયાએ કરેલા ફોન કોલનો છે. રિયાએ ગયા એક વર્ષમાં કરેલા કોલની તપાસ કરતાં કંઈક નવું જ સામે આવ્યું છે, જે ખરેખર ચોંકાવનારું છે.

ગયા એક વર્ષમાં રિયાએ કોની કોની સાથે વાત કરી એની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે રિયાએ સુશાંતને એક વર્ષમાં 142 વખત કોલ કર્યા હતા. જ્યારે તેના સ્ટાફને 502 વખત કોલ કર્યો હતો. સાથે જ તેણે તેના ભાઈને 800 વખત અને એની માતાને 890 વખત કોલ કર્યો હતો. એટલું જ નહીં સુશાંતની સેક્રેટરી સાથે પણ રિયા વાત કરતી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સુશાંતની સેક્રેટરી સાથે રિયાએ 148 વખત કોલ પર વાત કરી હતી.

પટનામાં રિયા સાથે જે લોકોને આરોપી ગણાવ્યા છે એ લોકો સાથે રિયાએ ગયા વર્ષમાં સતત વાત કરી હતી. અને એ પણ લાંબા સમય સુધી. હવે લોકો કહી રહ્યા છે કે આ કોલની માહિતી જોઈને ખબર પડી જાય કે રિયા સુશાંતને કેટલી હેરાન કરતી હતી. આ સિવાય પણ રિયા પર એનેક આરોપો છે. દવાનો ઓવરડોઝ, તંત્ર-મંત્ર, આત્મહત્યા માટે ઉશ્કેરવો જેવા અનેક આરોપો વચ્ચે સીબીઆઈ પણ હવે કેસમાં તપાસ કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરના વલ્લભીપુરમાં ઘેલો નદી બેકાંઠે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન