sushant case sanjay raut targets center and bihar state for making conspiracy
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય રાઉતનો સીધો આરોપ, સુશાંત સિંહને તેના પપ્પા સાથે સારા સંબંધો ન્હોતા અને તે પણ…

સંજય રાઉતનો સીધો આરોપ, સુશાંત સિંહને તેના પપ્પા સાથે સારા સંબંધો ન્હોતા અને તે પણ…

 | 5:06 pm IST

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ હવે રાજકારણની ભીંસમા આવતો દેખાઈ રહ્યો છે. આ મુદ્દો વધારે ગુંચવાતો જતો દેખાઈ રહ્યો છે. ત્યારે સીબીઆઈ પણ આ મુદ્દે ભારે ઝડપથી તપાસ કરી રહી છે. હવે સંજય રાઉતે બિહાર પોલીસ, મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર તેમજ સીબીઆઈ તપાસ અને સુશાંતના પરિવાર પર અલગ અલગ વિચારો રજુ કર્યા છે.

સંજય રાઉતે લખ્યું કે, જ્યારે કોઈ ઘટનાનું રાજનીતિકરણ કરવામાં આવે છે ત્યારે તે કઈ સ્તર પર જશે તે કંઈ જ નક્કી નથી હોતું. સુશાંત કેસમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. રાજનીતિની વાતો હવે શિખર પર છે. સુશાંતના મૃત્યુ પર કેટલાય રાજ છે. એ રહસ્ય કથામાં ફિલ્મ, રાજનીતિ અને ઈન્ડસ્ટ્રી જગતના કેટલાક નામો શામેલ છે. માટે જ મુંબઈ પોલીસ સરખી તપાસ નહીં કરે એવું બિહાર સરકારનું કહેવું છે.

સાથે જ રાઉતે કહ્યું કે, સીબીઆઈને કેસ સોપ્યો અને બિહાર પોલીસની માંગને 24 કલાકની અંદર સ્વીકારી પણ લેવામાં આવી. સુશાંત પ્રકરણની પટકથા માનો તો પહેલા જ લખાઈ ગઈ હતી. પડદા પાછળ ઘણું બધુ થઈ રહ્યું છે. પરંતુ જો તેનો માત્ર સાર એક વાક્યમાં લખવામાં આવે તો મહારાષ્ટ્ર વિરુદ્ધ કાવતરું એવું કહી શકાય.

સંજયે આગળ લખ્યું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી તે સ્પષ્ટ લાગે છે. પરંતુ વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે એક હત્યા છે. એવો કોઈ આધાર નથી. અભિનેતાની હત્યા કરવામાં આવી છે અને ફિલ્મ જગત અને રાજકીય નેતાઓ સાથે જોડાણ છે એવું જોરથી બોલીને ન્યૂઝ ચેનલોનો એક નિંદાકારક પ્રચાર છે. જેઓ ગરમ ગ્રીલ પર બ્રેડ શેકવાની ઇચ્છા રાખે છે.

પોતાના લેખમાં છેલ્લે સંજય રાઉતે કહ્યું કે, સુશાંત કેસને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. એક વાત સાચી છે કે સુશાંતને પટનામાં રહેતા તેના પિતા સાથે સારો સંબંધ નહોતો. મુંબઇ જ તેમનું ‘અશિયાના’ હતું. આ સમયગાળા દરમિયાન સુશાંત કેટલી વાર તેના પિતા અને અન્ય સંબંધીઓને મળ્યો, સુશાંત કેટલી વાર પટના ગયો, આ બધી વાતો પ્રકાશમાં આવવા દો. બંને અભિનેત્રીઓ અંકિતા લોખંડે અને રિયા ચક્રવર્તી તેમના જીવનમાં હતી. અંકિતાએ સુશાંતને છોડી દીધો અને રિયા તેની સાથે હતી. હવે અંકિતા રિયા ચક્રવર્તી વિશે જુદી રીતે વાત કરી રહી છે.

સંજયે લખ્યું કે, અંકિતા અને સુશાંત કેમ અલગ થયા તે અંગે કોઈ વાત કરવાં તૈયાર નથી. જે તપાસનો એક ભાગ હોવો જોઈએ. આ સમગ્ર એપિસોડમાં સીધું રાજકારણ શરૂ થયું છે અને શોકાંતિકના કેટલાક પાત્રોને તેમની તરફેણમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુશાંત એક અભિનેતા હતો. તે પટનાથી મુંબઇ આવ્યો હતો અને સ્થાયી થયો હતો. તેની આત્મહત્યા માટે કોણ જવાબદાર છે? તે સમજવું મુશ્કેલ છે. પરંતુ સુશાંત સહિત દરેક જણ જવાબદાર છે. તેની આત્મહત્યા શોકજનક છે પરંતુ રાજકીય દ્રષ્ટિકોણથી આ જોવું યોગ્ય નથી. તેણે પોતાનું જીવન સમાપ્ત કર્યું. હવે કોઈ પણ તેના મૃત્યુનો ઉપયોગ રાજકારણ તરીકે કરે તો તેનો અર્થ શું છે?

આ વીડિયો પણ જુઓ: રાજસ્થાનના રાજકારણ અંગે ગહેલોતનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન