Sushant case: Summons sent by NCB to Shruti Modi and Jaya Shah
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસઃ શ્રુતિ મોદી અને જયા શાહને NCBએ મોકલ્યુ સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ

સુશાંત કેસઃ શ્રુતિ મોદી અને જયા શાહને NCBએ મોકલ્યુ સમન્સ, આજે કરવામાં આવશે પૂછપરછ

 | 9:07 am IST

શાનદાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબી આજે સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને જયા શાહને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ બંનેની પૂછપરછ કરવા માટે એનસીબીની એસઆઈટી ટીમે સમન્સ મોકલી દીધુ છે.

કોણ છે શ્રુતિ માદી આને જયા શાહ

આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે શ્રુતિ અને જયાને સોમવારે એનસીબીની સામે હાજર થવાનું છે. ડ્રગ્સ કનેક્શનને લઈને આજે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો શ્રુતિ મોદી અને જયા શાહની પૂછપરછ કરશે. શ્રુતિ મોદી, સુશાંતની પૂર્વ બિઝનેસ મેનેજર હતી. જ્યારે જયા શાહ ટેલેન્ટ મેનેજરના રૂપમાં સુશાંતની સાથે જોડાયેલી હતી.

અધિકારીને કોરોના થતા પૂછપરછ ટળી હતી

એનસીબીએ આ બંનેની પૂછપરછ માટે એક વખત પહેલા પણ બોલાવ્યા હતા. પરંતુ તપાસ ટીમના એક સભ્ય કોરોના સંક્રમિત થતા બંનેની પૂછપરછ કર્યા વગર પરત મોકલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ એનસીબીના અધિકારી હવે કોરોના નેગેટીવ આવી ચૂક્યા છે. જેથી હવે દરેક મોટા સ્ટાર્સની પણ પૂછપરછ પણ કરવામાં આવશે. એટલે કે આવનારા દિવસોમાં કેટલાક લોકોની પૂછપરછમાં સામેલ થવા સમન્સ મોકલવામાં આવી શકે છે.

અત્યાર સુધીમાં અંદાજીત 17 લોકોની ધરપકડ

આ સિવાય બોમ્બે હાઈકોર્ટે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલા સાથે જોડાયેલ ડ્રગ મામલામાં સૈમુઅલ મિરાંડા, દિપેશ સાવંત અને બાશિત પરિહારની જમાનત અરજી ઉપર સુનાવણી 29 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. એનસીબીએ ડ્રગ મામલામાં ચાર સપ્ટેમ્બરે શૌવિક ચક્રવર્તી અને સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરવામાં આવી હતી. રિયાની જમાનત અર્જી બે વાર રદ્દ થઈ ચૂકી છે. આ મામલામાં અત્યાર સુધીમાં અંદાજીત 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓઃ મહારાષ્ટ્રના ભિંવડીમાં દૂર્ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન