sushant case supreme court hearing and bihar govt affidavit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયા ચક્રવર્તી હવે ભેરવાઇ, બિહાર સરકારે SCમાં સોગંદનામુ રજૂ કર્યુ, સુશાંતને લઇને કરી આ વાત

રિયા ચક્રવર્તી હવે ભેરવાઇ, બિહાર સરકારે SCમાં સોગંદનામુ રજૂ કર્યુ, સુશાંતને લઇને કરી આ વાત

 | 12:05 pm IST

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં એક પછી એક નવી નવી વાતો બહાર આવી રહી છે. બોલિવૂડમાં નેપોટિઝમને લઇને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ હતી અને દિગ્ગજ કલાકારો આમને સામને આવી ગયા હતા. સુશાંતના પરિવાર જનો સતત ઇચ્છી રહ્યા છે કે આ મામલે સઘન તપાસ થાય અને સુશાંતને યોગ્ય ન્યાય મળે.

હવે આ મામલે સુપ્રીમકોર્ટમાં બિહાર સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જવાબમાં કહેવામાં આવ્યુ છે કે રિયા ચક્રવર્તીએ સુશાંત ડિપ્રેશનમાં હતો એ વાતને આખી મનઘડત કરી છે. બિહાર પોલીસનું કહેવું છે કે આ મામલે રિયા જુઠ્ઠાણુ ચલાવી રહી છે. બિહાર પોલીસનું કહેવુ છે કે રિયા અને તેના પરિવારનો ઉદ્દેશ્ય સુશાંત સિંહને આર્થિક રીતે પાયમાલ કરી દેવાનો હતો. સુશાંત માનસીક બીમાર હતો જ નહી. રિયા વિરૂદ્ધ સુશાંતના પિતાએ પટનામાં FIR દાખલ કરી દીધી છે.

શું સુશાંત છોડવા માંગતો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ?
બિહાર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ જવાબમાં સુપ્રીમકોર્ટમાં જણાવાયુ છે કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને છોડી દેવા માંગતો હતો. સુશાંત તેના વતનમાં સજીવ ખેતી કરવા માંગતો હતો. આ જ કારણે રિયા અને સુશાંત વચ્ચે તકરાર થવા લાગી હતી. રિયાએ સુશાંતને બ્લેકમેલ કરતી હતી અને ધાક ધમકી આપતી હતી. રિયા સુશાંતને દબાવતી અને કહેતી કે તે માનસીક બીમાર છે તે સાબીત કરી દેશે, આવુ થયુ તો સુશાંતને ક્યારેય ફિલ્મોમાં કામ મળશે નહી.

8 જૂને રિયા સામાન લઈને નીકળી ગઈ
બિહાર સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે 8 જૂને રિયા તેના પૈસા, લેપટોપ, ક્રેડિટ કાર્ડ અને જ્વેલરી સાથે લઈને નીકળી ગઈ હતી. તે કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે લઈને નીકળી ગઇ હતી. સુશાંતે તેની બહેનને કહ્યું હતું કે રિયાએ તેને ફસાવવાની ધમકી આપી હતી.

પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે સુશાંતના કોટક બેંક ખાતામાં 17 કરોડ રૂપિયા હતા. સુશાંતના ખાતામાંથી અચાનક 15 કરોડ અજાણી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ વીડિયો જુઓ: રિયા ચક્રવર્તી વિરુદ્ધ એક્ટરના પરિવારે કેસ ફાઈલ કર્યો 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન