sushant singh cousin niraj kumar said definitely feel pressure bollywood
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતના મોત મામલે તેના ભાઈનું આક્રમક નિવેદન, બોલિવૂડના દબાણ અંગે ધુંઆપુંઆ થઈને કહ્યું-…

સુશાંતના મોત મામલે તેના ભાઈનું આક્રમક નિવેદન, બોલિવૂડના દબાણ અંગે ધુંઆપુંઆ થઈને કહ્યું-…

 | 6:51 pm IST

મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ કરી રહી છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર તેના ફેન્સનું માનવું છે કે બોલિવૂડમાં સગાવાદના કારણે તેનું મોત થયું હતું. આ સાથે જ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. હવે સુશાંત સિંહ રાજપૂતના ભાઈ નીરજ કુમાર બબલુએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમના પરિવારને પણ લાગ્યું છે, કે અભિનેતા પર બોલિવૂડનું થોડું દબાણ હતું. નીરજે ફિલ્મ નિર્માતા સંદીપ સિંહના નિવેદન બાદ આ વાત કહી છે.

અગાઉ સંદીપ સિંહે દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતે એકતા કપૂર અને નિર્માતા કરણ જોહર સાથે તો સારા સંબંધો છે. તે કોઈ પણ પ્રકારનાં દબાણમાં ન હતો અને સગાવાદનો ટાર્ગેટ નહોતો બન્યો.

તો આ તરફ નીરજનું કહેવું છે કે, અમે હજી પણ સુશાંતના ધાર્મિક રીત-રિવાજો પૂરા કરી રહ્યા છીએ. જ્યાં સુધી મામલાની વાત છે ત્યાં સુધી કહું કે, ઈન્ડસ્ટ્રીમાં મોટી મોટી હસ્તીઓ છે જેમણે સુશાંત સાથે બોલિવૂડના વર્તન વિશે વાત કરી છે. તેથી અમે ચોક્કસપણે અનુભવીએ છીએ કે, બોલિવૂડ તરફથી તેના પર થોડું દબાણ હતું. બાકી બોલિવૂડની આ મોટી હસ્તીઓ સુશાંતને ટેકો ન આપે. તેથી તેની તપાસ થવી જોઈએ.

નીરજે એમ પણ કહ્યું કે, અમે તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. નીરજે સંદીપ સિંહના નિવેદન વિશે કહ્યું કે, સંદીપ સિંહ સુશાંતનો મિત્ર હોઈ શકે છે. તેમણે મીડિયા સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી, પરંતુ જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી તેમની જ સાથે જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન