sushant singh rajput and ankita lokhande romantic dance video
  • Home
  • Featured
  • સુશાંત સિંહ અને અંકિતાનો રોમાન્સ વાયુવેગે વાયરલ, વીડિયોએ કરોડો ફેન્સનું ધ્યાન ખેચ્યું!

સુશાંત સિંહ અને અંકિતાનો રોમાન્સ વાયુવેગે વાયરલ, વીડિયોએ કરોડો ફેન્સનું ધ્યાન ખેચ્યું!

 | 4:32 pm IST

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પોતાના અલગ અંદાજ અને પોતાના કામના કારણે લોકોના દિલમાં ઘણી જગ્યા બનાવી ગયો. તેણે ટેલિવિઝનની દુનિયામાં ધૂમ મચાવ્યા બાદ બોલિવૂડમાં પ્રવેશ કર્યો. સુશાંત સિંહ રાજપૂત અને ‘પવિત્ર રિશ્તા’માં કામ કરતી સહ-અભિનેત્રી અંકિતા લોખંડે બન્નેને ઘણા સમય સુધી પ્રેમ હતો. હાલમાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનો એક જૂનો વીડિયો વાયરલ થયો જે દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અભિનેતાનો વીડિયો તેના ફેનપેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે માધુરી દીક્ષિતના ગીત ‘ઓ રે પિયા’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બંને કલાકારોની કેમિસ્ટ્રી અને અંદાજ કંઈક હટકે છે. આ સિવાય સુશાંત અને અંકિતા લોખંડેનો ડાન્સ પણ ખૂબ જ સુંદર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન