sushant case ankita lokhande says he once said to me i will never Death
  • Home
  • Entertainment
  • Bollywood
  • અંકિતાએ કર્યો ચોંકાવનારો ખૂલાસો, સુશાંતે કહ્યું’તું કે-જો મને આત્મહત્યાનો વિચાર આવશે તો હું…

અંકિતાએ કર્યો ચોંકાવનારો ખૂલાસો, સુશાંતે કહ્યું’તું કે-જો મને આત્મહત્યાનો વિચાર આવશે તો હું…

 | 10:40 pm IST

સુશાંત કેસનો મામલો હવે ફરી એકવાર ગરમાયો છે. ત્યારે અંકિતા લોખંડેએ સુશાંતસિંહ રાજપૂતના કેસ અંગે વાત કરી હતી. સુશાંતના મોતના સમાચાર સાંભળી અંકિતાની શું પ્રતિક્રિયા હતી એ પણ બહાર આવ્યું છે. આ સાથે અંકિતાએ એ પણ વાત કરી હતી કે સુશાંતને આત્મહત્યા અંગે કેવી ચિંતા હતી. અંકિતાએ કહ્યું કે જ્યારે સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે તે ડરી ગઈ હતી. તેના માટે આ વાત ખૂબ જ ભયાનક હતી. જે વ્યક્તિને તે ખૂબ નજીકથી જાણતી હતી તે હવે આ દુનિયામાં નથી એવું વિચારીને જ બીક લાગતી હતી.

અંકિતા લોખંડેએ કહ્યું કે, સુશાંત હંમેશા હસતો રહેતો. તેણે સૌથી મોટી મોટી સમસ્યાઓનો સામનો કર્યો છે. જ્યારે તે પહેલાં ડિપ્રેસનમાં ન આવ્યો તો પછી આટલા મોટા તબક્કે પહોંચીને ડિપ્રેશનમાં કેમ આવે. હું માનતી નથી કે તે ડિપ્રેસનમાં હતો. આ એક મોટો સોદો છે. એ માણસ તેના 5 વર્ષના પ્લાન લખીને રાખતો અને તેને પુરા કરવામાં પુરુ ધ્યાન આપતો. હું કહું છું કે જે એમ કહે કે તે ડિપ્રેશનમાં છે, તે પોતે જ ડિપ્રેસ છે.

અંકિતાએ વધુમાં વાત કરતાં કહ્યું કે, ઘણા સમય પહેલાંની વાત છે. ત્યારે કોઈએ આત્મહત્યા કરી હતી. અમે બન્ને સાથે બેઠાં હતાં અને વાતો કરતાં હતા કે, કેવી રીતે કોઈ તેનું જીવન ટૂંકાવી શકે છે. ત્યારે સુશાંતે મને કહ્યું કે અંકિતા ક્યારેય મને જો આત્મહત્યા કરવાનો વિચાર આવશે તો હું 15 મિનિટમાં તે વિચારને બદલી નાંખીશ. હું આત્મહત્યા કરનાર વ્યક્તિને પણ રોકીશ. અંકિતા હું બધુ બરાબર કરીશ અને હું એને નહીં જવા દઉં.

આ વીડિયો પણ જુઓ: પંજાબમાં લઠ્ઠાકાંડમાં 30ના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન