sushant rajput case ed found actor was paying emi for the flat ankita
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં એકદમ નવો ફાટો: હજુ સુધી અંકિતા લોખંડેના ફ્લેટના હપ્તા ભરતો, 4.5 કરોડ તો…

સુશાંત કેસમાં એકદમ નવો ફાટો: હજુ સુધી અંકિતા લોખંડેના ફ્લેટના હપ્તા ભરતો, 4.5 કરોડ તો…

 | 9:34 pm IST

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસમાં ઇડીએ એક ખુલાસો કર્યો છે. તપાસમાં બહાર આવ્યું કે સુશાંત મલાડમાં આવેલા 4.5 કરોડ રૂપિયાના ફ્લેટના હપ્તા ભરતો હતો. એજન્સીના સૂત્રોએ જણાવ્યું છે કે, આ ફ્લેટ કદાચ તે જ ફ્લેટ છે જેમાં અંકિતા લોખંડે રહે છે. અંકિતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ છે. હાલમાં ઈડીએ અંકિતાને પ્રશ્નોની યાદી મોકલી છે, જેના પર તેણે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તીએ પણ પૂછપરછ દરમિયાન આ ફ્લેટનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે સુશાંત અંકિતાને તેની EMI ચૂકવતો હોવા છતાં પણ તે ફ્લેટ ખાલી કરવા માટે કહી શકે એટલો સક્ષમ ન હતો. જોકે સુશાંતે આ ફ્લેટ માટે કેટલી રકમ જમા કરી હતી તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ એ જાણવામાં આવી રહ્યું છે કે માત્ર થોડા હપ્તા બાકી છે.

આ ફ્લેટના EMI નાણાં સુશાંતના ખાતામાંથી દર મહિને કાપવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અંકિતા તો બેબાકી સાથે સુશાંત કેસની તપાસ માટે ખૂબ જ સરળ રીતે બોલી રહી છે અને તેણે આ કેસમાં ઘણી વખત સીબીઆઈ તપાસની માંગ કરી છે. ઇડી હજી રિયા ચક્રવર્તીએ સુશાંતના ખાતામાં હેરાફેરી કરી હતી કે કેમ તે બાબતે તપાસ કરી રહ્યું હતું. સુશાંતના પિતાએ બિહાર પોલીસમાં એફઆઈઆર દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે, રિયા સુશાંતના પૈસા પર નજર રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન