Sushant Singh Rajput Case: ED to probe Rhea's personal expenses paid by actor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયાએ મેક-અપ, શોપિંગ અને પોતાના ભાઇ માટે સુશાંતના આટલા બધા પૈસા વાપરી નાંખ્યા!

રિયાએ મેક-અપ, શોપિંગ અને પોતાના ભાઇ માટે સુશાંતના આટલા બધા પૈસા વાપરી નાંખ્યા!

 | 12:01 pm IST

બોલિવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તપાસ ચાલી રહી છે. પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ મની લોન્ડ્રિંગ કેસ નોંધી રિયા ચક્રવર્તી અને તેના પરિવારની તરફથી કરાયેલા ખર્ચની તપાસ કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટના મતે સુશાંત સિંહ રાજપૂતના બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ મળી છે. તેના પરથી ખબર પડે છે કે સુશાંત સિંહ રાજપૂતના બેન્ક એકાઉન્ટમાં 90 દિવસમાં બેલેન્સ 4.64 કરોડથી ઘટીને 1.4 કરોડ રૂપિયા થઇ ગયું. ઇડી તપાસ કરી રહ્યું છે. તપાસ એજન્સીઓ ખાસ કરીને એ રકમની પણ તપાસ કરી રહ્યું છે જે રિયા ચક્રવર્તી તેના ખાનગી ખર્ચાઓ અને તેના પરિવારના સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

બેન્ક ખાતાની ડિટેલ્સના મતે 14 ઑક્ટોબર 2019ના રોજ સુશાંત સિંહના એકાઉન્ટમાં 4.7 કરોડથી વધુ રૂપિયા હતા. એ દિવસે રિયાના ભાઇ શોવિકના ખાતામાં વિમાનની ટિકિટ માટે 81,901 રૂપિયા ટ્રાન્સફર કર્યા. તેના બીજા દિવસે એટલે કે 15મી ઑક્ટોબરના રોજ રિયાના ભાઇના હોટલના ખર્ચાઓ માટે 4.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. એ દિવસે દિલ્હીની હોટલ તાજમાં રહેવા માટે ફરી 4.3 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. 16 ઑક્ટોબરના રોજ દિલ્હી માટે રિયા અને શોવિકની ટિકિટ માટે 76000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

સુશાંત સિંહના બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ પરથી ખબર પડે છે કે તેમના બેન્ક એકાઉન્ટમાંથી બીજા થોડાંક દિવસો સુધીમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાયા. 14 નવેમ્બરના રોજ રિયાના નામે 1.5 લાખ રૂપિયાની બીજી લેવડદેવડ થઇ. 20 અને 21 નવેમ્બર 2019ના રોજ રિયાના મેકઅપ અને ખરીદી પર 75000 રૂપિયા બીજા ખર્ચ કરાયા હતા. 24 નવેમ્બરના રોજ રિયાએ 22250 રૂપિયાની શોપિંગ કરી હતી. સુશાંત સિંહે 25 નવેમ્બરના રોજ રિયાના ભાઇની ટ્યુશન ફીનું પેમેન્ટ પણ કર્યું હતું.

નિયમિત આધાર પર કેટલીય એવી લેવડદેવડ થઇ જે સુશાંત સિંહના બેન્ક સ્ટેટમેન્ટ પ્રમાણે રિયાના ખાનગી ખર્ચા સાથે સંબંધિત હતી. સુશાંત સિંહના પૈસાની એક સારી એવી રોકડમાં લેવડદેવડ થઇ હતી અને આ જ પ્રકારની લેવડદેવડનું કારણ હજુ સુધી ખબર નથી કે શેના માટે તેઓ પૈસા ખર્ચી રહ્યા હતા. જો કે એકટરના પૈસાનો એક મોટો હિસ્સો પોતાના ખાનગી ખર્ચાઓ અને ટેક્સ ચૂકવણી માટે પણ ઉપયોગ કરાયા હતા. 1.5 કરોડ રૂપિયાથી વધુ જીસએટી પેટે ભર્યા હતા. જો કે સુશાંતના પરિવારનો દાવો છે કે રિયા ચક્રવર્તીના પરિવારે સુશાંતની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન