sushant singh rajput case former bihar cm allegation on mumbai police
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રીનો મોટો ધડાકો, મુંબઈ પોલીસ અંડરવર્લ્ડના ઈશારે કામ કરે છે!

સુશાંત કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રીનો મોટો ધડાકો, મુંબઈ પોલીસ અંડરવર્લ્ડના ઈશારે કામ કરે છે!

 | 5:39 pm IST

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તો આ તરફ સુશાંત સિંહના પિતાએ એફઆઈઆર પણ નોંધાવી છે અને ત્યારથી જ બિહાર પોલીસ કામે લાગી છે. મુંબઇમાં હાલમાં સુશાંત કેસની તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસે આ કેસમાં દોઢ મહિનાનો સમય પસાર કર્યો, પરંતુ ખાસ કંઈ બહાર આવ્યું નહીં. હવે બિહાર પોલીસે 5 દિવસમાં સુશાંતના મોત અંગેના અનેક મુદ્દાઓ પર વિસ્તૃત તપાસ કરી છે. પરંતુ હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે.

સુશાંતના મોત મામલે આટલા ઘટસ્ફોટ થયા બાદ ઘણા રાજકારણીઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. સાથે જ સીબીઆઈ તપાસની માંગ તીવ્ર બની રહી છે. નીતિશ કુમાર સરકારે પણ આ કેસને સમર્થન આપ્યું છે અને તપાસ કરવા માટે કહ્યું છે. ત્યારે હવે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝીએ પણ સુશાંત કેસમાં નિવેદન આપ્યું છે અને એની જોરદાર ચર્ચાં થઈ રહી છે. પૂર્વ સીએમનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં થવી જોઈએ. તો જ સત્ય હકીકત બહાર આવશે. જીતનરામ માંઝીએ એવા પણ આરોપો નાખ્યા છે કે મહારાષ્ટ્ર પોલીસ અંડરવર્લ્ડના ઈશારે કામ કરી રહી છે.

સુશાંત સિંહ કેસમાં એક પછી એક ખુલાસા કરવામાં આવી રહ્યા છે. સુશાંતના બેંકમાંથી રૂ .15 કરોડ ગાયબથી લઈને અનેક મોટા મોટા આરોપો સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ એફઆઈઆરમાં નોંધાવ્યા છે. સુશાંત કેસમાં મેનેજર દિશાનું પણ કનેક્શન એક તરફ ચર્ચામાં છે. તો વળી સુશાંતને આપેલી દવાઓ તેમજ ડ્રગ્સ આપવાની શંકા પણ જતાવવામાં આવી રહી છે. બોડીગાર્ડનું નિવેદન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઘરની બહાર બે એમ્બ્યુલન્સના આગમન અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: અમરસિંહનું નિધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન