sushant rajput case mumbai police denied to provide files of disha salian
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક ફોન અને મુંબઈ પોલીસની ગોલમાલ છતી થઈ? બિહાર પોલીસને ઘસીને ના પાડી કે તમે…

એક ફોન અને મુંબઈ પોલીસની ગોલમાલ છતી થઈ? બિહાર પોલીસને ઘસીને ના પાડી કે તમે…

 | 3:34 pm IST

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ ઘણા સવાલો થઈ રહ્યા છે અને હજુ એના કોઈ જવાબો મળ્યા નથી. જ્યારથી મુંબઈ પોલીસને તપાસ સોંપવામાં આવી ત્યારથી નવા નવા મોડ આવી રહ્યા છે. ત્યારબાદ સુશાંતના પપ્પાએ પણ રિયા પર ઘણા મોટા મોટા આરોપો નાંખ્યા અને હવે કેસ બિહાર પોલીસના હાથમાં છે. જો કે પટના પોલીસ જ્યારથી મુંબઈ પહોંચી છે ત્યારથી એક ખબર સામે આવી રહી છે કે મુંબઈ પોલીસ તેની રતીભાર પણ મદદ કરી રહી નથી. એવામાં હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.

એક રિપોર્ટ પ્રમાણે બિહાર પોલીસ આ તપાસમાં દિશા સાલિયનની આત્મહત્યાનો એંગલ પણ જોઈ રહી છે. એ વિશે પણ તપાસ કરીને જાણકારી મેળવી રહી છે. આ જ અરસામાં પટના પોલીસની ટીમ શનિવારે મુંબઈ પોલીસ માટે દિશાના કેસની ફાઈલોની તપાસ કરવા માટે ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ આ ફાઈલ બિહાર પોલીસને સોંપવાના જ હતા કે અજાણ્યા નંબર પરથી કોઈનો કોલ આવ્યો. આ કોલ પુરો થયો કે તરત જ મુંબઈ પોલીસે પટના પોલીસને કહ્યું કે-દિશાની ફાઈલ વાળું ફોલ્ડર તો ભૂલથી ડિલીટ થઈ ગયું છે.

અભિનેત્રી સિમી ગ્રેવાલે પણ આ મુદ્દે વાત કરી હતી. તેનું કહેવું છે કે સુશાંતના મોત મામલે દિશા સાલિયનના મોત અંગે સરસ રીતે તપાસ કરો. જો એની સરખી રીતે તપાસ થયે તો સુશાંતના મોતના દરેક રહસ્યો સામે આવી જશે

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બિહાર પોલીસે મુંબઈ પોલીસને કહ્યું કે અમારા અધિકારી ડિલીટ થયેલા ફોલ્ડરને પરત લાવી શકે છે. તો મુંબઈ પોલીસે લેપટોલ આપવાની જ ના પાડી દીધી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસના અધિકારીઓએ બિહાર પોલીસને કથિર રીતે આ કેસથી દુર રહેવાની પણ સલાહ આપી છે. ત્યારબાદ બિહાર પોલીસ દિશાના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. પરંતુ તેના પરિવારના લોકો ઘરે નહોતા. હવે બિહાર પોલીસને એ શખ્સની તલાશ છે કે જેણે સુશાંતના ઘરની તાળાની ચાવી બનાવીને બારણું ખોલ્યું હતું.

આ વીડિયો પણ જુઓ: અયોધ્યા નગરીમાં કડક સુરક્ષા બંદોબસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન