sushant singh rajput case police reveale that sushant first attempt fail
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઘરની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ: સુશાંતે એક નહીં બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો, પહેલી વખત….

ઘરની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ: સુશાંતે એક નહીં બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો, પહેલી વખત….

 | 3:31 pm IST

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા થયા બાદ ચારેકોર તેમની મૃત્યુની જ ચર્ચા છે. સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આપઘાત હોવાનું જણાવ્યું છે. પરંતુ પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘણી નવી બાબતો બહાર આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જે રૂમમાં સુશાંતસિંહ રાજપૂતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો તે રૂમમાં બાથરોબ (સ્નાન કરીને પહેરવાનાં સાદા કપડાં)ના ટૂકડા પડેલાં હતા. હવે પોલીસને શંકા છે કે સુશાંતે પંખે લટક્યા પહેલાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ તે સફળ થઈ શક્યો નહીં હોય. પોલીસને એવી પણ શંકા છે કે સુશાંતે પહેલાં બાથરૂમમાં તેના બાથરોબનો ફંદો બનાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તૂટી ગયું હશે. આ રીતે સુશાંત પ્રથમ વખત આત્મહત્યા કરવામાં સફળ થઈ શક્યો નહીં.

સુશાંતસિંહ રાજપૂતના કબાટમાં કપડા પણ વેર વિખેર હાલતમાં મળી આવ્યા છે. જેના કારણે પોલીસને શંકા છે કે બાથરોબ તૂટી ગયા બાદ તેણે લીલા રંગના કુર્તા વડે ફંદો બનાવીને મોતને વ્હાલુ કરી લીધું. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેની બહેન અને રૂમમાં હાજર લોકોએ તે લીલો કુર્તા કાપીને સુશાંતનો મૃતદેહ નીચે ઉતારી લીધો હતો. હાલમાં પોલીસે આ કુર્તો ફોરેન્સિક લેબમાં રાખ્યો છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ કુર્તો કોઈ એક વ્યક્તિનો વજન ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન