sushan singh rajput case yrf ex vice president ashish singh reveals
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોલીસ પૂછપરછમાં યશ રાજ ફિલ્મ્સને લઈ મોટો ઘટસ્ફોટ! સુશાંત સિંહે કરાર તોડ્યો નથી, પણ…

પોલીસ પૂછપરછમાં યશ રાજ ફિલ્મ્સને લઈ મોટો ઘટસ્ફોટ! સુશાંત સિંહે કરાર તોડ્યો નથી, પણ…

 | 7:24 pm IST

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. શુક્રવારે બાંદ્રા પોલીસે આ કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે યશ રાજ ફિલ્મ્સના પૂર્વ પ્રમુખ આશિષ સિંહને બોલાવ્યા હતા. આશિષ હાલમાં નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ્સના ડાયરેક્ટર છે. પોતાના નિવેદનમાં આશિષ સિંહે કહ્યું હતું કે, સુશાંત સાથેની યશ રાજ પ્રોડક્શનની ત્રીજી ફિલ્મ કેમ નથી થઈ તે મને ખબર નથી. આશિષના નિવેદન બાદ હવે પોલીસની તપાસ આ દિશામાં આગળ વધશે અને કારણો શોધી કાઢવામાં આવશે. એવું તો કયું કારણ હતું કે ત્રણ ફિલ્મના કરાર હોવા છતાં ત્રીજી ફિલ્મ બની નહીં.

સુશાંત મામલે બિઝનેસ રાઈવલરીની રીતે પણ તપાસ થઈ રહી છે. સુશાંતના મોત મામલે પોલીસે અત્યાર સુધીમાં 25 લોકોની પૂછપરછ કરી છે. સુશાંતે યશ રાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મનો કરાર કર્યો હતો. આ સંદર્ભમાં આશિષ સિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. એક વેબ પોર્ટલના અહેવાલ અનુસાર આશિષે ખુલાસો કર્યો કે સુશાંતે પ્રોડક્શન હાઉસ સાથેનો કરાર તોડ્યો નથી. પરંતુ તે સારી રીતે નોટ આપીને કરારથી અલગ થઈ ગયો હતો.

આશિષે જણાવ્યું કે આ વાત 5 વર્ષ જુની છે. કરાર પૂરો થયા પછી પણ આશિષ અને સુશાંત સતત સંપર્કમાં હતા. આશિષે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કોઈ પણ બાબતે કોઈ ડખો કે નારાજગી નહોતી. આશિષે પોતાના નિવેદનમાં કહ્યું, ‘સુશાંતની કેટલીક ફિલ્મ્સ સારી રીતે ચાલી નહોતી. તેણે યશ રાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મો કરી હતી. જ્યારે ત્રીજી ફિલ્મ બની શકી નથી. એવું કહેવામાં આવે છે કે ‘કાઈ પો છે’ ની સફળતા પછી આશિષે સુશાંતનો સંપર્ક સાધ્યો હતો અને યશ રાજ ફિલ્મ્સ સાથે કરાર કરવામાં તેની મોટી ભૂમિકા હતી.

આશિષે પૂછપરછ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, સુશાંત સાથે યશ રાજ ફિલ્મ્સનો કરાર તેમના કાર્યકાળ દરમિયાન થયો હતો, પરંતુ તે ખબર નથી કે પ્રોડક્શન હાઉસ સાથે ત્રીજી ફિલ્મ કેમ બની શકી નથી. આ કેસમાં પોલીસે સુશાંતના મિત્રો, કાર્યકારી સાથીઓ, પિતા અને બહેનોનાં નિવેદનો નોંધ્યા છે. સુશાંતની છેલ્લી ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબરાનું નિવેદન પણ નોંધાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન