sushant singh rajput deal with yrf paid rs 30 lakh for shuddh desi romance
  • Home
  • Entertainment
  • Bollywood
  • યશ રાજ સાથેના સુશાંતના કરારની નકલ આવી સામે, બીજીના શા માટે કરોડ અને ત્રીજીમાં શું ગોલમાલ?

યશ રાજ સાથેના સુશાંતના કરારની નકલ આવી સામે, બીજીના શા માટે કરોડ અને ત્રીજીમાં શું ગોલમાલ?

 | 9:55 pm IST

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં અંદરોઅંદર દુશ્મનીની તપાસ કરવા માટે બાંદ્રા પોલીસે પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ સાથેના તેના કરારની નકલ મેળવી લીધી છે. આ કરાર મુજબ સુશાંત સિંહ રાજપૂતે યશ રાજ સાથે ત્રણ ફિલ્મનો કરાર કર્યો હતો. આ અંતર્ગત તેને તેની પ્રથમ ફિલ્મ માટે 30 લાખ રૂપિયા આપવામાં આવશે. જો તેની પહેલી ફિલ્મ હિટ થશે તો બીજી ફિલ્મ માટે તેને 60 લાખ આપવામાં આવશે. જો તેની બીજી ફિલ્મ પણ હિટ રહી છે, તો તેને ત્રીજી ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. જો કે આ ફિલ્મ હિટ છે કે ફ્લોપ તે યશ રાજ નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની યશ રાજ સાથેની પહેલી ફિલ્મ “શુદ્ધ દેશી રોમાંસ” હતી. આમાં તેની સાથે પરિણીતી ચોપડા અને વાની કપૂર જોવા મળી હતી. આ ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂતને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પછી સુશાંત સાથેની યશ રાજની બીજી ફિલ્મ “ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષી” હતી. દિબાકર બેનર્જી દિગ્દર્શિત આ ફિલ્મ માટે સુશાંતને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

કરારમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે જો તેમને બીજી ફિલ્મ માટે 60 લાખ રૂપિયા ચુકવવાનું નક્કી કરાયું હતું, તો પછી તેમને બીજી ફિલ્મમાં 1 કરોડ રૂપિયા કેમ આપવામાં આવ્યા હતા. યશ રાજની સાથે સુશાંતની ત્રીજી ફિલ્મ ‘પાની’ બનવાની હતી. શેખર કપૂર તેનું ડાયરેક્શન કરવા જઇ રહ્યા હતા. પરંતુ આ ફિલ્મ બની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન