sushant-singh-rajput-death-bodyguard-opened-up-about-late-actor-lifestyle
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિયાએ ભૂલ કરી! સ્ટાફ બદલતી વખતે એક બોડીગાર્ડ જૂનો રહી ગયો, હવે એણે કર્યો મોટો ઘટસ્ફોટ

રિયાએ ભૂલ કરી! સ્ટાફ બદલતી વખતે એક બોડીગાર્ડ જૂનો રહી ગયો, હવે એણે કર્યો મોટો ઘટસ્ફોટ

 | 9:08 pm IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અનેક બાબતો સામે આવી રહી છે. હાલમાં તો અભિનેત્રી રિયા ચક્રવર્તી આ સમગ્ર મામલામાં ઘણા આરોપોનો સામનો કરી રહી છે. સુશાંતના પિતાએ એફઆઈઆરમાં રિયા ફસાયેલી દેખાય રહી છે. આ દરમિયાન સુશાંતના બોડીગાર્ડે પણ અનેક ઘટસ્ફોટ કર્યા છે.

એક ચેનલ સાથે વાત કરતા બોડીગાર્ડે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતના ઘરે હંમેશાં પાર્ટીઓ થતી હતી. જેમાં તે ખૂદ હાજર નહોતા રહેતા. ઘરે ઘણાં બધાં વ્યર્થ ખર્ચ થયાં. જેની સાથે સુશાંતને કંઈ જ લેવાદેવા ન હતા. તે ઘણીવાર બીમાર રહેતો હતો. તે તેના રૂમમાં સૂતો હોય અને છતાં ઘરની છત પર પાર્ટીઓ રાખવામાં આવતી હતી. આ પાર્ટીઓમાં રિયા ચક્રવર્તી, તેના પિતા, તેની માતા, તેના ભાઈ અને રિયાના મિત્રો મજા કરતાં હતાં.

બોડીગર્ડે રિયા ચક્રવર્તી પરના આરોપો અંગે કહ્યું હતું કે ‘આ મામલાની તપાસ થવી જોઈએ અને સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળવો જોઈએ. રિયાને મળ્યા પછી સુશાંતની વર્તણૂકમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. તેનો તમામ સ્ટાફ બદલાઈ ગયો. હું એકલો જ જૂના સ્ટાફનો માણસ હતો.

બોડીગાર્ડે આગળ વાત કરતાં કહ્યું કે માત્ર રિયા ચક્રવર્તીના પરિવારના સભ્યો જ સુશાંતના ઘરે આવતાં હતાં. સુશાંતના પરિવારનું કોઈ ક્યારેય ઘરે આવતું નહી. રિયા ચક્રવર્તી પાસે પૈસાનો હિસાબ રહેતો. ઘરનો તમામ ખર્ચ સુશાંતના પૈસા પર હતો. સુશાંતનો ખર્ચ ઘણો ઓછો હતો. પરંતુ જો એક વર્ષમાં 15 કરોડ ખર્ચ કરવામાં આવ્યા તો પછી પાક્કી રીતે તેની તપાસ થવી જોઇએ.

સુશાંતને દવાનો ઓવરડોઝ આપવાના સવાલ પર બોડીગાર્ડે કહ્યું કે ‘જ્યારે પણ અમે તેમને મળવા માંગતા હતા ત્યારે અમને કહેવામાં આવતું કે સર સૂઈ રહ્યા છે. પહેલા તો બધું બરાબર હતું પણ યુરોપ ટૂર પછી તેની તબિયત લથડવાનું શરૂ થયું. ત્યારથી તે હંમેશાં બીમાર રહેતા હતા.

આ વીડિયો પણ જુઓ: સૌરાષ્ટ્રની સ્થિતિ બગડી અનલોકના તબક્કામાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન