Sushant Singh Rajput death case: CBI files FIR against Rhea Chakraborty and 5 other
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં CBI આરપારની લડાઈ પર, રિયા અને બીજા 5 લોકો પર કેસ દાખલ કરી નાંખ્યો

સુશાંત કેસમાં CBI આરપારની લડાઈ પર, રિયા અને બીજા 5 લોકો પર કેસ દાખલ કરી નાંખ્યો

 | 9:38 pm IST

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સીબીઆઈએ કેન્દ્ર તરફથી સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરી છે અને તપાસ હાથ ધરી છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધી છે. તો વળી સીબીઆઈ બિહાર પોલીસના પણ સંપર્કમાં છે.

સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય સામે કેસ નોંધ્યો છે. છ લોકો પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો, અપરાધિક કાવતરું, ચોરી, છેતરપિંડી અને ધમકી આપવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો છે.

અગાઉ સુશાંત સિંહના પિતા કે.કે.સિંહની ફરિયાદ પર પટનામાં એફઆઈઆર નોંધાઈ હતી. સીબીઆઈએ બિહાર પોલીસની એફઆઈઆરને આધારે કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે 25 જુલાઈએ બિહાર પોલીસે ભારતીય દંડ સંહિતા આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સીબીઆઈની એફઆઈઆરમાં પણ આ જ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

સુશાંત કેસની અલગ ટીમ તપાસ કરે એ માટે એસઆઈટીની રચના કરવામાં આવી રહી છે. મનોજ શશીધરના નેતૃત્વમાં આ કેસની તપાસ કરવામાં આવશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ રાખશે. અનિલ યાદવને તપાસ માટે આઈ.ઓ. નીમવામાં આવ્યા છે.

સુશાંત કેસમાં ED પણ કરોડોના વ્યવહારોની વિગતોની તપાસ કરી રહી છે. ઈડી દ્વારા સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાંડાની બીજી વખત પૂછપરછ કરવામાં આવી છે. તે જ સમયે ઈડી 7 ઓગસ્ટે રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરશે.

તો વળી આ તરફ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ વાત કરતાં કહ્યું કે, દિશા સલિયનના મોતનો સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે સીધો સંબંધ છે. આ ઉપરાંત ગુપ્તેશ્વર પાંડેએ મુંબઈમાં બિહાર પોલીસ સાથે થયેલા વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બિહાર પોલીસ પોતાનું કામ કરવા મુંબઈ ગઈ હતી. છતાં આવું વર્તન કેમ કરવામાં આવ્યું.

આ વીડિયો પણ જુઓ: કોલાબામાં 46 વર્ષનો રેકોર્ડ તૂટયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન