sushant singh rajput death case cloth used to undergo tensile test
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહે જે કપડાં વડે ફાંસી ખાધી તેને લઈને થશે ઘટસ્ફોટ, પોલીસે કરી આકરી કાર્યવાહી

સુશાંત સિંહે જે કપડાં વડે ફાંસી ખાધી તેને લઈને થશે ઘટસ્ફોટ, પોલીસે કરી આકરી કાર્યવાહી

 | 5:49 pm IST

સુશાંત સિંહની આત્મહત્યા દરેક ફેન્સ માટે દુ:ખદ છે સાથે સાથે જ બોલિવૂડમાં પણ તેના મોતને લઈ ભારે ખલબલી મચી ગઈ છે. અત્યાર સુધી જે વાત અને તપાસ બહાર આવી છે એમાં એક જ વાત કહેવામાં આવી રહી છે કે, સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. પરંતુ હવે પોલીસે સુશાંતે ફાંસી માટે જે કપડું વાપર્યું હતું એની તપાસ હાથ ધરી છે. આ તપાસને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલ્યું છે.

આ ટેસ્ટથી ખબર પડશે કે તે કપડું સુશાંતના શરીરનું વજન ઉઠાવી શકે એમ હતું કે નહીં. ઉલ્લેખનીય છે કે, સુશાંતના ઘરેથી કોઈપણ સુસાઇડ નોટ મળી નથી. સુશાંતે 14 જૂને તેના ઘરની સીલિંગમાં ફાંસી લગાવી મોતને વ્હાલુ કર્યું હતું. ફાંસી માટે તેણે કોટનનું નાઈટગાઉન યુઝ કર્યું હતું. સુશાંતના મૃત્યુ બાદ પોલીસ તપાસ દરમિયાન આ નાઈટગાઉન લીલા રંગનું હતું એવું બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે 3 જુલાઈથી પોલીસે આ નાઈટગાઉન કેમિકલ અને ફોરેન્સિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કલિનામાં મોકલ્યું છે.

એક અહેવાલ પ્રમાણે આ રિપોર્ટ 8થી 10 દિવસમાં બહાર આવી શકે છે. પોલીસ અનુસાર મૃત્યુનું યોગ્ય કારણ જાણવા માટે ફોરેન્સિક એક્સપર્ટ સુશાંતના ગળાની આસપાસ ફાંસી લગાવાથી બનેલ નિશાનોની પણ તપાસ કરશે. ટેન્સિલ સ્ટ્રેન્થ અથવા તણાવની ક્ષમતા એ મહત્તમ ભાર હોય છે, જે કોઈપણ પદાર્થ ખેંચવા પર તૂટ્યા વગર સહન કરી શકે છે. સુશાંતનું વજન લગભગ 80 કિલો હતું. તપાસમાં આ વજન ઉઠાવાની ક્ષમતા તપાસ કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: દ્વારકામાં NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન