sushant singh rajput death case ncb arrested raid mumbai goa
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ માફિયાઓ પર NCBની રેડ: મુંબઈ-ગોવામાંથી સાતની થઈ ઘરપકડ, આ મોટાં માથાનો શિકાર

ડ્રગ્સ માફિયાઓ પર NCBની રેડ: મુંબઈ-ગોવામાંથી સાતની થઈ ઘરપકડ, આ મોટાં માથાનો શિકાર

 | 5:06 pm IST

સુશાંતસિંહ રાજપૂત મોતનાં કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે શનિવારે મુંબઇ અને ગોવામાં દરોડા પાડ્યા હતા. કૈઝાનના નિશાના પર ધરપકડ કરાયેલ અનુજ કેશવાનીની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસાના આધારે પાડવામાં આવેલા દરોડામાં એનસીબીને મોટી સફળતા મળી હતી.

એનસીબીની ટીમે મુંબઇ અને ગોવામાં ડ્રગ પેડરોના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે અને મોટી માત્રામાં ડ્રગ્સ કબજે કર્યું છે. તેમજ એનસીબીએ સાત ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. કહેવાય છે કે ધરપકડ કરાયેલા ડ્રગ પેડલરમાં કરમજીત ઉર્ફે કેજે પણ શામેલ છે. કરમજીતની ગણતરી મુંબઇના ડ્રગના મોટા મોટા વેપારીઓ સાથે કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, કરમજીત સેમ્યુઅલ મીરાન્ડા અને શોવિક ચક્રવર્તીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ ડ્રગ્સ પછીથી રિયા ચક્રવર્તી અને સુશાંતસિંહ રાજપૂત સુધી પહોંચતું હતું. કરમજીતની ડ્રગ્સ સપ્લાય ફક્ત મિરાંડા અને શોવિક સુધી જ નહોતી. તે કેપ્રી અને લિટલ હાઇટ્સમાં પણ ડ્રગ્સ પૂરું પાડતો હતો. એનસીબીની ટીમ કરમજીત અને અન્ય ડ્રગ તસ્કરોની પૂછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, એનસીબીની ઘણી ટીમોએ સવારે ડ્રગના વેપારીઓ પર મુંબઇ અને ગોવાના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સમીર વાનખેડેના નેતૃત્વમાં અનુજ કેશવાનીની આગેવાની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન કૈઝાને અનુજનું નામ જાહેર કર્યું હતું. આ પછી તેને એનસીબીની ટીમે કસ્ટડીમાં લીધો હતો.

આ વીડિયો પણ જુઓ: કંગનાની ઓફિસ બાદ ફ્લેટનો વારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન