Sushant Singh Rajput Death Probe: No toxic or intoxicating substance found in viscera report
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇ થયો મોટો ખુલાસો, સામે આવ્યો વિસેરા રિપોર્ટ

સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇ થયો મોટો ખુલાસો, સામે આવ્યો વિસેરા રિપોર્ટ

 | 4:24 pm IST

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી જ એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેની હત્યા કરવામાં આવી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે કહ્યું હતું કે, આ આત્મહત્યા જ છે. હવે આ મામલે સુશાંતની વિસેરા રિપોર્ટ પણ આવી ગઇ છે. વિસરા રિપોર્ટમાં મૃતકના પેટમાંથી સેમ્પલ લેવામાં આવે છે જેથી જાણકારી મળી શકે કે તેમા કોઇ નશીલો અથવા ઝેરીલો પદાર્થ છે કે નહી.

શું છે વિસરા રિપોર્ટમાં?

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ વિસેરાના સેમ્પલ મુંબઇની જેજે હોસ્પિટલમાં મોકલવામા આવ્યા હતા. આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, શરીરમાં કોઇ પણ જાતનો નશીલો કે ઝેરીલો પદાર્થ નથી. આ પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે, સુશાંતની મોત દમ ઘૂટવાથી થઇ છે અને તેના શરીરમાં ક્યાંય પણ કોઇ પણ સ્ટ્રગલના માર્ક્સ નથી. આ આધારે મુંબઇ પોલીસે પણ માન્યું છે કે, આ સંપૂર્ણ રીતે આત્મહત્યાનો મામલો છે.

પ્રોફેશનલ રાઇવલરીના એંગલથી પોલીસ કરી રહી છે તપાસ

તમને જણાવી દઇએ કે, 14 જૂને સુશાંતે મુંબઇ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના નિધન બાદથી જ બોલિવૂડના કેટલાક લોકો અને ફેન્સ એ વાતનો આરોપ લગાવી રહ્યા હતા કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરિવારવાદ અને નેપોટિઝમનો શિકાર થયો અને માટે તે ડિપ્રેશનમાં આવી ગયો અને તેણે આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ઘણા લોકોથી પૂછપરછ કરી છે અને તપાસ હાલમાં ચાલૂ છે.

આ વીડિયો પણ જુઓ: આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન