sushant singh rajput death shekhar suman told actor changed 50 sim
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતના નિધન પર શેખર સુમને ઉઠાવ્યા સવાલ, કહ્યુ એવું તે શું થયુ કે…

સુશાંતના નિધન પર શેખર સુમને ઉઠાવ્યા સવાલ, કહ્યુ એવું તે શું થયુ કે…

 | 10:29 am IST

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ સમગ્ર બોલિવૂડમાં ગમગીની છવાઇ ગઈ છે. કોઇ માનવા તૈયાર જ નથી કે આમ અચાનક સુશાંત આ દુનિયાને અલવિદા કહી દેશે. એક બાજુ સુશાંતના નિધન બાદ બોલિવૂડમાં નેપોલિઝમ પર ચર્ચા છંછેડાઇ છે. તો સુશાંતના પરિવારને સધીયારો આપવા શેખર સુમન પટનામાં તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તે સુશાંતના પરિવારને મળીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શેખર સુમન સતત આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરે છે. સુશાંતના પરિવાર સાથે વાતચીત કર્યા પછી, શેખરે પટનામાં મીડિયા સાથે ઘણી વાતો કરી હતી અને પોતાનો આ મામલે અભિપ્રાય આપ્યો હતો. શેખરે આકરા સવાલો કરી સુશાંતના નિધનમાં જવાબદાર વ્યક્તિઓ પર આક્ષેપ લગાવ્યા છે.

શેખર સુમનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. મીડિયા સાથે વાત કરતા શેખર કહે છે કે સુશાંતે આત્મહત્યા કરતા પહેલા કેમ કોઇ સ્યુસાઇડ નોટ લખી નહી. સુશાંતનું નિધન અનેક સવાલો ઊભા કરે છે. શેખરે વધુમાં ઉમેર્યું હતું કે ‘રાત્રે એક પાર્ટી કરતો છોકરો, જે સવારે પ્લે સ્ટેશન પર હતો, જે એક ગ્લાસ જ્યુસ માંગતો હતો, અચાનક તેના મગજમાં એવું શું થયું કે તેણે કહ્યું કે ચાલો હવે બહુ થયુ નથી જીવવુ અને આત્મહત્યા કરી લે છે.

સીસીટીવી કેમેરા સાથે ચેડા થયા સુશાંતે ગયા મહિને લગભગ 50 સીમકાર્ડ બદલ્યા હતા. તેણે શા માટે સિમકાર્ડ બદલ્યું? જ્યારે કોઈ કોઈને ટાળવાનો પ્રયત્ન કરે છે, કોઈને ધમકી આપવામાં આવે છે, જ્યારે કોઈ ડરતું હોય છે ત્યારે કોઈ સીમકાર્ડ બદલી નાખે છે.

શેખર કહે છે કે “મુંબઈમાં છત એટલી ઉચી નથી હોતી કે ત્યાં કોઇ ગળે ફાંસો ખાઇ શકે સુશાંતની હાઈટ છ ફૂટ હતી તો આ શક્ય જ કેમ બને? કોઈ કહે તેણે કુર્તાથી ગળેફાંસો ખાધો આ શક્ય છે? હું ફોરેન્સિક નિષ્ણાત નથી તો પણ આ વાતો ગળે ઉતરતી નથી. મારા મગજમાં જે સવાલો ઉઠી રહ્યા છે તે જ હું કહી રહ્યો છુ.

આ વીડિયો જુઓ: મેડિકલ ટેસ્ટ વગર કોરોનાનો ટેસ્ટ શક્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન