sushant singh rajput fans demand boycott salman shahrukh Aamir khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહના નિધન પછી ત્રણેય ખાનને ફટકો પડવાની પુરેપુરી શક્યતા, આ રહ્યું મોટું કારણ

સુશાંત સિંહના નિધન પછી ત્રણેય ખાનને ફટકો પડવાની પુરેપુરી શક્યતા, આ રહ્યું મોટું કારણ

 | 10:16 pm IST

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા એક નવો જ દોર લઈને આવી છે. ફેન્સમાં તેમજ બોલિવૂડમાં પણ ઘણા સ્ટારને ભારે ગુસ્સો છે. સુશાંતે 14મી જૂને તેના મુંબઈના બાંદ્રા ખાતેના નિવાસે આત્મહત્યા કરી લીધી હતી. આ પગલાં બાદ બોલિવૂડમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે કેટલાક ખાસ ગૃપે સુશાંતને આગળ આવવા ન દીધો. જેનાં કારણે હતાશ થઈ ગયો અને આટલું મોટું પગલું ભરી લીધું. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

Salman Khan is taking so much money for the advertisement that he will be open on hearing

હાલમાં પોલીસે આ માટે બોલિવૂડના પાંચ મોટા પ્રોડક્શન હાઉસની પણ પૂછપરછ કરી છે. આ સાથે બોલિવૂડના ત્રણ ખાન સલમાન, શાહરુખ અને આમિર ખાનનો મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. ફેન્સ આ ત્રણેય પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ માટે #BoycottKhans હેશટેગ ટ્રેન્ડ થયો છે.

હાલમાં ખાનનો વિરોધ કરવા માટે લોકો ધડાધડ ટ્વિટ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે અમારે અમારા હિરો સુશાંત માટે ન્યાય જોઇએ છીએ તો કોઈએ કહ્યું છે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે જીવનભર કોઈ એક્ટર કે એક્ટ્રેસને ફોલો નહી કરું. તો વળી ગુસ્સામાં એક યુઝરે લખ્યું છે કે હવે કોઈ સ્ટારનું જીવન બરબાદ થાય નહીં તે માટે આમ કરી રહ્યો છું. હવે જોવાનું એ રહ્યું કે આખરે સત્ય શું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન