sushant singh rajput made sos calls to his sister meetu singh on june 9
  • Home
  • Entertainment
  • Bollywood
  • એકદમ નવો વળાંક, સુશાંતે 9 જૂને બહેન મીતુ સિંહને ફોન કરીને કહ્યું- આ લોકો મને મારી નાખશે

એકદમ નવો વળાંક, સુશાંતે 9 જૂને બહેન મીતુ સિંહને ફોન કરીને કહ્યું- આ લોકો મને મારી નાખશે

 | 10:19 pm IST

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઇના બાંદ્રાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સીબીઆઈ, ઇડી અને એનસીબી જેવી એજન્સીઓ સુશાંતના મોતના કેસની તપાસ કરી રહી છે. તે જ સમયે, આ કેસમાં મોટો ખુલાસો થયો છે કે સુશાંતે 9 જૂને તેના ડર વિશે વાત કરવા તેની બહેન મીતુને ફોન કર્યો હતો. અભિનેતાએ વાત કરી હતી કે તેનું જીવન જોખમમાં છે.

એક રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતે 9 મી જૂને તેમના મૃત્યુના 5 દિવસ પહેલા તેની બહેન મીતુ સિંહને એસઓએસ (SOS) કોલ કર્યો હતો. સુશાંતે તેની બહેનને કહ્યું, “આ લોકો મને ફસાવી શકે છે, મને ડર લાગે છે, મને એ મારી નાખશે.” રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુશાંતે રિયા ચક્રવર્તીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેણે 8 જૂને ઘર છોડી દીધું હતું અને સુશાંતને બ્લોક કરી નાંખ્યો હતો.

કોલ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે તેની બહેન મીતુને ફોન કરીને કોના ડર લાગવાની વાત કરી એના પર સવાલ ઉઠી રહ્યા છે, તે આખરે કોનાથી ડરી રહ્યો હતો. સુશાંતે તેના જીવના જોખમની પણ વાત કરી હતી, તો આખરે કોણ લોકો હતા જે સુશાંતને ફસાવવાનો પ્રયત્ન કરતાં હતા.

આ વીડિયો પણ જુઓ: પાયલ ઘોષે અનુરાગ પર લગાવ્યા છે યૌન શોષણના આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન