sushant singh rajput named chowk and road in purnia bihar video
  • Home
  • Featured
  • સુશાંત સિંહ રાજપૂતને અત્યાર સુધીની સૌથી અદ્ભૂત શ્રદ્ધાંજલી, વીડિયો જોઈ તમે પણ સલામી આપશો

સુશાંત સિંહ રાજપૂતને અત્યાર સુધીની સૌથી અદ્ભૂત શ્રદ્ધાંજલી, વીડિયો જોઈ તમે પણ સલામી આપશો

 | 4:09 pm IST

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ફેન્સ અને સોશિયલ મીડિયા પર રોજ નવી નવી રીતે અભિનેતાને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ બિહારનો રહેવાસી હતો. બિહારના પૂર્ણિયા નગરમાં મેયર સવિતાસિંહે નગર નિગમ તરફથી સુશાંત સિંહને ખાસ શ્રદ્ધાંજલી આપી છે. એમના નામે પૂર્ણિયાનગરમાં એક ચોકનું અને રસ્તાનું નામ રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.

સુશાંતસિંહ રાજપૂતના સન્માનમાં મધુબની ચૌકથી માતા ચૌક સુધીના રસ્તાનું નામ પણ સુશાંત સિંહ રાજપૂત માર્ગ રાખવામાં આવ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, અનાવરણ વખતે અનેક લોકો ઉમટી પડ્યા હતા. દરેક ચાહકો આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન